कदी वातो करी मीठी रुठ्यां मनने मनावे छे Gujarati Gazal By Naresh K. Dodia

कदी वातो करी मीठी रुठ्यां मनने मनावे छे Gujarati Gazal By Naresh K. Dodia
कदी वातो करी मीठी रुठ्यां मनने मनावे छे Gujarati Gazal By Naresh K. Dodia
कदी वातो करी मीठी रुठ्यां मनने मनावे छे
कदी ए पीठ पसवारी झखम ताजा रुझावे छे

मळे छे तो मळ्याना मानमां आंसु वहावे छे
अने छुटा पडी अमने ए यादोमां रडावे छे

छे एवा लोक पण आ लोकमां जे प्रेमने खातर
जगतने ठेस मारीने प्रणयगंगा वहावे छे

भले हो आंसुओथी साव भरचक आंख तों शुं छे?
प्रणयनी वाटने प्रेमी हसीने झगमगावे छे

नजाकतथी भर्या नयनोमां डूबीने जरा जोजो
के आंखोने ए केवा व्हालथी दरीयो तरावे छे

हसीने प्यारमां आ जिंदगी पूरी करी नांखो
"महोतरनुं" आ प्यारूं स्मित जीवनभर लखावे छे 
-नरेश के.डॉडीया

કદી વાતો કરી મીઠી રુઠ્યાં મનને મનાવે છે
કદી એ પીઠ પસવારી ઝખમ તાજા રુઝાવે છે

મળે છે તો મળ્યાના માનમાં આંસુ વહાવે છે
અને છુટા પડી અમને એ યાદોમાં રડાવે છે

છે એવા લોક પણ આ લોકમાં જે પ્રેમને ખાતર
જગતને ઠેસ મારીને પ્રણયગંગા વહાવે છે

ભલે હો આંસુઓથી સાવ ભરચક આંખ તોં શું છે?
પ્રણયની વાટને પ્રેમી હસીને ઝગમગાવે છે

નજાકતથી ભર્યા નયનોમાં ડૂબીને જરા જોજો
કે આંખોને એ કેવા વ્હાલથી દરીયો તરાવે છે

હસીને પ્યારમાં આ જિંદગી પૂરી કરી નાંખો
"મહોતરનું" આ પ્યારૂં સ્મિત જીવનભર લખાવે છે 
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment