शक्यतानां पूल बांधीने मळी लेवानुं होय छे..Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
शक्यतानां पूल बांधीने मळी लेवानुं होय छे..Gujarati Kavita By Naresh K. Dodia |
एक सांजे हुं
एकली अटुली बेसीने विचारती हती
आ सामेनां पहाडॉथी लइने
छेक दरियापारनां देश सुधीनो पुल
बंधाइ तो हुं लांबी मजल कापीने तने मळवां
आवी जांउ….
पछी विचार आव्यो के
बे मळेलां जीवोने नोखा पडीने आ ज रीते
शक्यतानां पूल बांधीने मळी लेवानुं होय छे..
मारी बळी गयेली रोटलीनी वासनी तीव्रताए
मने पाछी वास्तविकता साथे जोडी दीधी.
रसोडु,धर,समाज,अने सामाजीक बंधननी बंधक
केटलीय स्त्रीओ आवा शक्यतानां झूलतां पुलमां
झूलतां झूलतां पर्समाथी रूमाल काढी आंखो लुछीने
रोजिंदी धटमाळमां पोतानुं रूमानी अस्तित्व ओगाळीने
जीवती हशे….
रोटलीनी भूख अने सप्तपदीनां सुखनी आशामां
दुनियानी केटलीय स्त्रीओनां वडीलोनी आज्ञाने ना,
उठापी शकनार मौननां कारणे स्थांळतर थइ गयां हशे..
एमानी हुं पण एक छुं
-नरेश के.डॉडीया
એક સાંજે હું
એકલી અટુલી બેસીને વિચારતી હતી
આ સામેનાં પહાડૉથી લઇને
છેક દરિયાપારનાં દેશ સુધીનો પુલ
બંધાઇ તો હું લાંબી મજલ કાપીને તને મળવાં
આવી જાંઉ….
પછી વિચાર આવ્યો કે
બે મળેલાં જીવોને નોખા પડીને આ જ રીતે
શક્યતાનાં પૂલ બાંધીને મળી લેવાનું હોય છે..
મારી બળી ગયેલી રોટલીની વાસની તીવ્રતાએ
મને પાછી વાસ્તવિકતા સાથે જોડી દીધી.
રસોડુ,ધર,સમાજ,અને સામાજીક બંધનની બંધક
કેટલીય સ્ત્રીઓ આવા શક્યતાનાં ઝૂલતાં પુલમાં
ઝૂલતાં ઝૂલતાં પર્સમાથી રૂમાલ કાઢી આંખો લુછીને
રોજિંદી ધટમાળમાં પોતાનું રૂમાની અસ્તિત્વ ઓગાળીને
જીવતી હશે….
રોટલીની ભૂખ અને સપ્તપદીનાં સુખની આશામાં
દુનિયાની કેટલીય સ્ત્રીઓનાં વડીલોની આજ્ઞાને ના,
ઉઠાપી શકનાર મૌનનાં કારણે સ્થાંળતર થઇ ગયાં હશે..
એમાની હું પણ એક છું
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment