कोइ माणस रोग एवा दइ जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
कोइ माणस रोग एवा दइ जाय छे Gujarati Gazal By Naresh K. Dodia |
ज्यां दवां साथे दुआ निष्फळ थाय छे
कोइ माणस रोग एवा दइ जाय छे
हुं धसारो कायमी खमतो जांउ छुं
तो ज आ बरछटपणुं पण छूपाय छे
ए सपाटी जोइने कायम खूश थाय
डूबवानां डरथी ए जण गभराय छे
एक पथ्थर बोलतो करवो छे हवे
राहदारी रोज ठोकर ज्यां खाय छे
सादगीनो कोइनो वैभव होय छे
बिंब जेनुं दिलनी अंदर जीलाय छे
आपणी अंदर घणी इच्छा मृत होय
कोइने जोइने सळवळती थाय छे
कोइ वेळाए थया एकाकार बेउ
शेष जीवन शब्ददेहे जीवाय छे
आंगणाने कोइ पगलानो मोह होय!
बारणाने आ बधुं क्यां कहेवाय छे
भीतरे खालीपणानो खखडाट छे
कोइनी यादो सतत फंगोळाय छे
अध-वचाळे जइने फंटांइ प्रेम राह
कैक जाणीता वदन त्यां देखाय छे
आ “महोतरमांनी” माया लागी गई
शायरी मारी छतां ए वंचाय छे
– नरेश के.डॉडीया
જ્યાં દવાં સાથે દુઆ નિષ્ફળ થાય છે
કોઇ માણસ રોગ એવા દઇ જાય છે
હું ધસારો કાયમી ખમતો જાંઉ છું
તો જ આ બરછટપણું પણ છૂપાય છે
એ સપાટી જોઇને કાયમ ખૂશ થાય
ડૂબવાનાં ડરથી એ જણ ગભરાય છે
એક પથ્થર બોલતો કરવો છે હવે
રાહદારી રોજ ઠોકર જ્યાં ખાય છે
સાદગીનો કોઇનો વૈભવ હોય છે
બિંબ જેનું દિલની અંદર જીલાય છે
આપણી અંદર ઘણી ઇચ્છા મૃત હોય
કોઇને જોઇને સળવળતી થાય છે
કોઇ વેળાએ થયા એકાકાર બેઉ
શેષ જીવન શબ્દદેહે જીવાય છે
આંગણાને કોઇ પગલાનો મોહ હોય!
બારણાને આ બધું ક્યાં કહેવાય છે
ભીતરે ખાલીપણાનો ખખડાટ છે
કોઇની યાદો સતત ફંગોળાય છે
અધ-વચાળે જઇને ફંટાંઇ પ્રેમ રાહ
કૈક જાણીતા વદન ત્યાં દેખાય છે
આ “મહોતરમાંની” માયા લાગી ગઈ
શાયરી મારી છતાં એ વંચાય છે
– નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment