गुजराती प्रेम पत्र By नरेश के. डॉडीया
खुदा जाने यह दुनिया जल्वागाहे-नाज है किसकी,
हजारों उठ गये लेकिन वही रौनक है महफिल मे।
एक तुं ही मुसलसल ख्वाबो मे खिलती कली है
तुं चैन से खिलती जा तेरी ही चलती है दिल मे
પ્રિય મહોતરમા
ઉર્ફે માય તુલીપ
લાખો વદન જોયા છતાં પણ કોઇ ગમતું નથી
તારા વદનની તૂલનાંમાં કોઇ જચતું નથી
खुदा जाने यह दुनिया जल्वागाहे-नाज है किसकी,
हजारों उठ गये लेकिन वही रौनक है महफिल मे।
एक तुं ही मुसलसल ख्वाबो मे खिलती कली है
तुं चैन से खिलती जा तेरी ही चलती है दिल मे
ખરેખર એક માણસમાં એવું શું હોય છે કે એનાં વિચારો વિના આપણૉ દિવસ પૂરો થતો નથી...
તને ક્યારેય એમ વિચાર આવે કે તું ઓફલાઇન હોય તો હું શું કરતો હોઇશ એવો વિચાર આવે કદી?
પ્રેમીને બળજબરીથી નહીં પ્રેમથી લાગણીથી અથવા નરમાશથી વશમાં કરી શકાય છે. પ્રેમી પર અધિકાર જમાવવાની પાછળ ક્યારેક તેને હંમેશા માટે ગુમાવી દેવાનો ભય છુપાયેલો છે. પ્રેમી અન્યની સાથે વાતચીત કરે, હળેમળે અથવા ફરવા જાય તો આપણુ લોહિ ઉછાળા મારવા લાગે છે. પ્રેમીને ગુમાવી દેવાનો ડર અને અન્ય સાથે તેની મીત્રતાથી મનમાં ઉભરી આવતી શંકાઓ ક્યારેક સુખી પ્રેમજીવનને ભંગાણના આરે લાવી દે છે. પ્રેમી હક અથવા અધિકાર જમાવવા પાછળના પ્રત્યાઘાતો પણ ચકાસી લેવા જરૂરી છે.
એક ગીત છે કે ' તુમ્હે કોઈ ઔર દેખે તો જલતા હૈ દિલ' અને આ વાત પણ સાચી જ છે. પ્રેમમાં લગભગ બધા લોકોની આવી જ પરિસ્થીતી થાય છે કે મારો પ્રેમી ફક્ત મારો જ છે. તેથી તે કોઈ બીજાની સાથે હસીને કે મજાક કરીને વાત કરે છે તો તે આપણને ગમતું નથી. હા તમને જ્યારે પ્રેમ થઈ જાય છે ત્યારે તમે તે વ્યક્તિ પર હક જમાવવા લાગો છો. પરંતુ આ અધિકાર જ્યાર સુધી એક સીમાની અંદર રહે ત્યાર સુધી જ કોઈ પણ સંબંધ સારો રહે છે. નહિતર જો તમારો પ્રેમ કોઈની સ્વતંત્રતા પર રોક લગાવવાનો ચાલુ કરી દે તો સમજી લો કે તમે સામીવાળી વ્યકિત સ્વતંત્રતાં પર રોક લગાવી રહ્યાં છે..
આજનાં ફેસબુક અને વોટસએપ યુગમાં લોકોની દૈનીક ક્રિયાં પર ચાપતી નજર રાખી શકાય છે માટે પ્રેમનો અર્થ એ નથી કે જે વ્યક્તિ તમને પ્રેમ કરતી હોય તે દુનિયાના બીજા લોકો જોડે સંબંધ કાપી નાખે. જો તમારે તમારા સંબંધોને વધારે સારા બનાવવા હોય તો પહેલાં એકબીજા પર વિશ્વાસ કરતાં શીખો અને તેની પાસેથી એવી અપેક્ષા ન રાખશો કે તે ફક્ત તમારી સાથે જ બોલે અન્ય સાથે સંબંધ કાપી નાંખે. પ્રેમભર્યા સંબંધને તરોતાજા રાખવા માટે અન્ય સંબંધો પણ જરૂરી છે. કેમકે એક જ વ્યક્તિ સાથે વાત કરી કરીને અને કોઈ પણ એક જ સંબંધને નિભાવીને માણસને તેનાથી અરૂચિ થઈ જાય છે તો તમે ભુલથી પણ જાતે કરીને તમારા પ્રેમનું ગળુ તમારા હાથે ન દબાવશો.
અધિકાર જમાવવાની વૃત્તિ મોટા ભાગનાં પુરુષોનાં સ્વભાવમાં હોય છે. આ પુરૂષ ખાસ કરીને એની નજીક વ્યકિત પર અધિકાર જમાવવા માંગે છે,એ પછી ભલેને તે ગમે તે જ સંબંધ કેમ ન હોય. પ્રેમની અંદર થોડીક વધારે અપેક્ષા હોય છે અને જો તે બધી જ અપેક્ષાઓને ન સંતોષી શકાય તો તેનાથી પણ સંબંધોમાં દરાર પડે છે. અપેક્ષા રાખનાર વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેને પ્રેમ કરનાર વ્યક્તિ તેની સાથે જ વાત કરે અને તેની દરેક નાની નાની બાબતોનું ધ્યાન રાખે. પરંતુ જો ક્યાંય પણ જાણે અજાણ્યે તે અપેક્ષા ન સંતોષાય તો મનદુ:ખ થાય છે અને તેનાથી સંબંધો બગડે છે. તેથી તમારા પ્રેમને જેવો છે તેવો જ તેને સ્વીકાર કરો.હું ય જાણું છું દૂરીમાં આવુ કશું શક્ય હોતું નથી.
ચાલ આ તો બધી એક કવિ લેખક તરીકે થોડી સુફીયાણી વાતો તને ઠપકારી છે.....સાવ સાચું કહું તો તને પણ થોડુ સારું લાગે.બાકી તો તું તારા મનનું ધાર્યુ કરનારી છે.
હવે મારી મુળ વાત પર આવુ છુ.
ખબર નહી પણ આ સર્જનહાર બહું જબરદસ્ત કારીગર છે...એ પણ ક્યારેક તો શરાબ પીને કામ કરતો હશે...મને લાગે છે કે તારું સર્જન કરતી વખતે જરૂર એને શરાબ પીધી હોવી જોઇએ..એટલે તને ચિરયૌવનનાં આર્શિવાદ આપીને આ ધરતી પર મોકલી હશે..એને પણ જાણકારી હશે કે તું એક શાયરનું પ્રેરણારૂપી ઝરણું બની ખળખળ વહેવાની છે.તેથી જે એને તને ઝરણા જેવી સ્વચ્છ અને નિર્મલ બનાવી છે..
કોઇ આરસની પૂતળી તો નહી,પણ એક જીવંત માનવદેહ અને એ પણ સ્ત્રીનો ભડભાદર દેહ...જ્યારે પણ તને જોંઉ છું ત્યારે એમ જ લાગે કે સર્જનહારે જાણે કોકાકોલાનાં બોટલ સેપમાં કેમ બનાવી હશે..શરીરનાં એક પણ ભાગ એવો નજરે ચડતો નથી જેને જોઇને કોઇ કમી લાગે છે..
ભલે તું આજે મધ્યા બની ગઇ છે છતાં પણ આજે પણ તું કોઇ ઋષીવરને લોભાવે એવી ત્રીસેક વર્ષની દેવકન્યા જેવી લાગે છે..સ્નાન કરીને બહાર નીકળી હોય ત્યારે એવું લાગે કે જાણે ગોરંભાયેલી વરસવાની તૈયારીમાં હોય એવી વાદળી જેવી લાગે છે...વાતાવરણ પણ જાણે તને સ્પર્શવાં તલપાપડ હોય એમ તારા સ્નાનવંતાં શરીર પર ઝાકળ બિંદુ જેવા સ્પર્શની ભીનાશના નિશાન દેખાતાં હોય છે..
બસ આ રીતે છબી રૂપે વરસતી રહેજે..જેથી આ દુકાળીયા પ્રદેશ જેવી આંખોની લીલાશ થોડી ઘણી સચવાય રહે અને એ તારી જવાબદારી છે...
પ્રેમ કરી ને સમજય કે એ શું છે ? એમાં કેવી અનુભૂતિ થાય છે ? પ્રેમ માં તો રાહ જોવાની ય મજા છે .પ્રેમ થાય પછી દરેક ફૂલ સુંદર લાગવા માંડે . ગઝલ ને કવિતા ઓ ગમવા લાગે .વાતાવરણ સુંદર લાગવા લાગે .એને જ તો પ્રેમ કહેવાય . પ્રેમ માં તો મારી મીટવાનું હોય . સામા પત્ર માટે સર્વસ્વ કુરબાન કરવાનું હોય . પ્રેમ માં તો સમા પાત્ર ને સમજવું પડે .તેને ઓળખવું પડે ....અને એક તું છે જાત જાતની સમજણની રસીદો ફાડ્યા કરે છે અને મને હેરાન પરેસાન કરે છે...કેમ સમજાવું કે અમુક બાબતમાં સમજણની જરૂર નથી...હા કાંઇ તારી વોલ ઉપર આઇ લવ યું મહોતરમાં નથી લખવાનો...તું સુધરી જા...આને તારી સમજણને તારા પર્સમાં રાખી દે વ્હાલી ....તું નાદાન અને બાલિસ જ રહે....થોડા વરસો પછી બુઢી થાય ત્યારે સમજણનો ઉપયોગ કરજે...
તું એવી સ્વીટ સ્વીટ બચ્ચા જેવી છે કે બસ તને વ્હાલ જ કર્યા કરીએ એવું જ મહેસુસ થાયુ છે.....ભગવાને શું જોઇને તને મારી જિંદગીમાં જિંદગીથી પણ વધારે મહત્વ આપ્યુ હશે એ તો ભગવાન જાણે...કજરારી સાચું કહું ક્યારેક તું સાથે હોય અને મને એવી કલ્પનાં આવતી હોય ધણી વાર કે...તું ગુસ્સામાં મારી સામે સખત બબડાટ કર્યે જાતી હોય અને ગુસ્સાને લીધે તારા ગાલ લાલ લાલ થઇ ગયા હોય અને અચાનક તારી બોલતી બંધ કરવાં તારા ચહેરાને બે હાથમાં પકડીને તારા હોઠ ઉપર હોઠ મૂકીને તારી બોલતી બંધ કરી દઉ અને તારા શ્વાસ ગુંગળાઇ જાય એવી સખત બાથમાં લઇને ભીંસી નાખુ...બહું જ એટલે બહુ જ વ્હાલ આવે છે તારા ઉપર..
તારો પ્રેમ એટલે એટલે હ્રદયમાં કોઇ વાદળનાં ગોટા જેવું રૂંધાઈ જતું ડુસકું.તોયે તારો પ્રેમ એટલે રૂવે રૂવે થતી આનંદની અનુભૂતિ. પ્રેમ હૃદયના કાગળ ઉપર પ્રગટીને અરીસાની માફક સમજણ અને શાણપણ બક્ષે છે. લાગણી પ્રેમનો સંતોષ છે. પ્રેમ એક એવુ તત્વ છે જે માણસના જીવનની નૌકાને ઈચ્છિત કિનારે પહોંચાડવામાં મદદગાર બને છે.
પ્રેમ જીવનને ફુલોની સુહાસથી મહેકાવે છે. પરંતુ જો એ પ્રેમ એક તરફી હોય તો જીવનને વેરાણ રણ સમાન બનાવે છે. બાહ્ય સુંદરતા વ્યકિતના તનને આકર્ષે છે. જયારે આંતરિક સુંદરતા અને મનની પવિત્રતા વ્યકિતના આત્માને આકર્ષે છે. આંતરીક સુંદરતા અને મનની પવિત્રતા એટલે જ પ્રેમ. જીવન જીવતાની શ્રેષ્ઠ જડીબુટ્ટી એટલે પ્રેમ. જીવનનું અમૃત એટલે પ્રેમ. જીવનનું મૂલ્યવાન ઘરેણુ એટલે પ્રેમ. જીવનમાં જીતેલ બાજી એટલે પ્રેમ. લાગણી, સંવેદના, સહનશીલતા અને ત્યાગની મીઠી વીરડી એટલે પ્રેમ. સ્વર્ગની અનુભૂતિ એટલે પ્રેમ...
સાચું કહું.? તું કેટલી સુંદર છો એની તને પોતાને જરાય ખબર નથી.તારા રુપાળા રંગરાણીનાં વૈભવથી મહેકતા દેહ પર તો કોઈપણ જીવતો માણસ મરવા તૈયાર થઈ જાય અને તને જોવા માટે કોઈ મરેલો માણસ પણ એકવાર બેઠો થઈ જાય.તું તનમનમોહક છો એટલે જ હું તને ચાહું છું એવું નથી કારણકે દિલલુભાવક લાગે છે..બસ હું માત્ર એટલું જાણું છું કે હું તને મુશળધાર ચાહું છું અને તું મને બેફામ ગમે છે.અત્યાર સુધી જોયેલી, સ્ત્રીઓમાં માત્ર તું અને તું માત્ર એવી પહેલી સ્ત્રી છો જેને માટે હું કહી શકું કે સુંદરતા વિથ શાર્પ સેન્સ હયુમરની સાથે મેનર્સ ધરાવે છે.તારી કજરારી આંખોમાં તારા તનનાં તોરણીયા બાંધીને શરુ થયેલો મારો પ્રેમ જ આજે આ ક્ષણે પળે તારા મનનાં માંડવડા સુધી વિસ્તાર પામ્યો છે. અગાધ અલલ્ડતા, માથાબોળ માસુમિયત,રુઆબદાર રોફીલું બદન અને કાતિલતાની કામણ રેલાવતો તારો ચહેરો મારા લાખો કરોડૉ,અને અબોજો અરમાનોનું જ્ન્મસ્થાન છે...તને જોઇને મારી કલમમાં કોઇ દેવત્વ આવી જાય છે....અને સુફીયાનાં રંગમાં માત્ર તારી ચાહતને આરાધે છે...
લાંબા સમયની દૂરિયા ભીતરી અહેસાસને મીટાવી દે એવું બનતું નથી! ચાહતનો ભીતરી અહેસાસ તો મહેંદીના રંગ જેવો છેઃ જેટલી વધારે સમય રાખો હથેળી પર, એટલો જ ગાઢો રંગ આવે. એકવાર પ્રેમ નામના તત્વથી રંગાઇ ગયેલ જિંદગી જીવનભર, જીવતા માણસને ધબકતો રાખે છે! પ્રેમ વિના માણસ જીવે ખરો પણ, જીવન ધબકી જ ન શકે જો જીવનમાં પ્રેમ ન હોય! માટે જ માણસ જીવનભર પ્રેમને પામવા વલખા મારતો રહે છે! જેમને મળી જાય છે જીવનમાં પ્રેમ, એમનું જીવન ધન્ય બની જતું જોયું છે. જેમને મળતો નથી પ્રેમ, એમનું જીવન બની જાય છે દર્દનો પર્યાય! અને એવો ધબકતો પ્રેમ મળી ગયા પછી કહેવાનું મન થાયઃ સાચે જ… હું તને ચાહું છું! કારણ કે હું ધબકું છું એનો અહેસાસ તારા થકી તો થયો છે.
વ્હાલી હવે તું લાગણીઓને વ્યકત કરવામાં બહું લોભ ના કર.....ખૂલીને વ્યક્ત થતી જા...હું જાણું છું તારા મનમાં કેટલા વિચારોનાં વમળ ઉઠતા હશે.
-તારો વ્હાલો
ન રે ન
Labels:
Gujarati Prem Patra
No comments:
Post a Comment