जातथी कायम अमे खसतां रह्या Gujarati Gazal By Naresh K. Dodia

जातथी कायम अमे खसतां रह्या Gujarati Gazal By Naresh K. Dodia
जातथी कायम अमे खसतां रह्या Gujarati Gazal By Naresh K. Dodia 
जातथी कायम अमे खसतां रह्या 
एटले तो अन्यमां भळता रह्यां 

एक तारणथी कदी आगळ वध्या 
ठेस खाइने सदा हसतां रह्या 

आयनाने रोज अचरज जोइए
आंख सामे जात छेतरता रह्या 

लागणीनो ज्या पथारो पाथरी 
छेवटे हुं तुं ने एकलता रह्या 

कागळॉमां काव्य फूलो सम लख्यां       
शब्दनी झाकळ मढी सजता रह्या 

हुं नमाजी छुं भूल्यो छुं हवे      
मयनी प्याली भरी झूमतां रह्यां 

साव नक्कर काळजा फाड्या अमे  
प्रेमना फूलो बनी उगता रह्यां    

आ "महोतरमानी" मीठी म्हेर छे
प्रेमनी ताजी फसल लणता रह्या 
~नरेश के. डोडीया
જાતથી કાયમ અમે ખસતાં રહ્યા 
એટલે તો અન્યમાં ભળતા રહ્યાં 

એક તારણથી કદી આગળ વધ્યા 
ઠેસ ખાઇને સદા હસતાં રહ્યા 

આયનાને રોજ અચરજ જોઇએ
આંખ સામે જાત છેતરતા રહ્યા 

લાગણીનો જ્યા પથારો પાથરી 
છેવટે હું તું ને એકલતા રહ્યા 

કાગળૉમાં કાવ્ય ફૂલો સમ લખ્યાં       
શબ્દની ઝાકળ મઢી સજતા રહ્યા 

હું નમાજી છું ભૂલ્યો છું હવે      
મયની પ્યાલી ભરી ઝૂમતાં રહ્યાં 

સાવ નક્કર કાળજા ફાડ્યા અમે  
પ્રેમના ફૂલો બની ઉગતા રહ્યાં    

આ "મહોતરમાની" મીઠી મ્હેર છે
પ્રેમની તાજી ફસલ લણતા રહ્યા 
~નરેશ કે. ડોડીયા
Advertisement

No comments:

Post a Comment