एवुं नथी हुं एमने गमतो नथी Gujarati Gazal By Naresh K. Dodia

एवुं नथी हुं एमने गमतो नथी Gujarati Gazal By Naresh K. Dodia
एवुं नथी हुं एमने गमतो नथी Gujarati Gazal By Naresh K. Dodia
एवुं नथी हुं एमने गमतो नथी
मरजी मूजब एने कदी नमतो नथी

हुं एटले वीवादमां पडतो नथी
हुं शब्दनां हथियार वापरतो नथी

पाछोतरी यादो विशे लखतो नथी
रूझी गयेला झख्म हुं गणतो नथी

पालव उपरनो भार कोनो लइ फरे?
के अश्रुनां बोजे ए फरफरतो नथी?

रमवुं ज छेतो तुं पूरी बाजी खेल
अधुरी रमतमां मोह पण छुटतो नथी

तुं केटली रातो सुधी रोया करीश?
मांग्या मिलननो क्याय पथ सस्तो नथी

मौसम बधी तारा ज नामे में लखी
ताराथी आगळ क्यांय हुं वधतो नथी

रूठी जवुं ए स्त्रीओनुं हथियार छे
तारी खूशी खातर कदी लडतो नथी

तारी कमी तो कमकमावी जाय छे
बेउनी दूरीनो पनो धटतो नथी

एनीने मारी वचमां कोई छे नही
तोये महोतरमांने हुं मळतो नथी
– नरेश के.डॉडीया



એવું નથી હું એમને ગમતો નથી
મરજી મૂજબ એને કદી નમતો નથી

હું એટલે વીવાદમાં પડતો નથી
હું શબ્દનાં હથિયાર વાપરતો નથી

પાછોતરી યાદો વિશે લખતો નથી
રૂઝી ગયેલા ઝખ્મ હું ગણતો નથી

પાલવ ઉપરનો ભાર કોનો લઇ ફરે?
કે અશ્રુનાં બોજે એ ફરફરતો નથી?

રમવું જ છેતો તું પૂરી બાજી ખેલ
અધુરી રમતમાં મોહ પણ છુટતો નથી

તું કેટલી રાતો સુધી રોયા કરીશ?
માંગ્યા મિલનનો ક્યાય પથ સસ્તો નથી

મૌસમ બધી તારા જ નામે મેં લખી
તારાથી આગળ ક્યાંય હું વધતો નથી

રૂઠી જવું એ સ્ત્રીઓનું હથિયાર છે
તારી ખૂશી ખાતર કદી લડતો નથી

તારી કમી તો કમકમાવી જાય છે
બેઉની દૂરીનો પનો ધટતો નથી

એનીને મારી વચમાં કોઈ છે નહી
તોયે મહોતરમાંને હું મળતો નથી
– નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment