जिंदगी मारी सदा तारी अमानत रहेवानी Gujarati Gazal By Naresh K. Dodia

जिंदगी मारी सदा तारी अमानत रहेवानी Gujarati Gazal By Naresh K. Dodia
जिंदगी मारी सदा तारी अमानत रहेवानी Gujarati Gazal By Naresh K. Dodia
जिंदगी मारी सदा तारी अमानत रहेवानी
हु जीवु छुं त्या सुधी दिलमा रियासत रहेवानी

तुं फळी छे जिंदगीमा एक मौसम वसंती थइ
फूल जेवा स्मितनी कायम सखावत रहेवानी

रोज तुं एकांतमा चुपकेथी आवी चडे त्यारे
शब्दमा ए खानगी भावे करामत रहेवानी

जिंदगीमा होय के ना होय होवा-पणुं तारू
आ ह्रदयना तालमा तारी आरत रहेवानी

एक तारा नामथी गझलो लखी छे ने लखवानो
लागणीना नामथी तारी ज राहत रहेवानी

रोज सजदा नाम तारूं लइने करतो रहेवानो
ने मुहोबतमा सनम तारी इबादत रहेवानी

दिल छे तारो उतारो कायमीनो ’महोतरमां’
आपना नामे ज कायम ए इमारत रहेवानी

कायमी मारा वचनने लइने नक्कर रहेवानो
सांज ढळता कायमी तारी ज विरासत रहेवानी

ओ’महोतरमा’सखी भावे हुं चाही ना शकवानो
कानने तो कायमी राधानी चाहत रहेवानी
-नरेश के.डॉडीया            

જિંદગી મારી સદા તારી અમાનત રહેવાની
હુ જીવુ છું ત્યા સુધી દિલમા રિયાસત રહેવાની

તું ફળી છે જિંદગીમા એક મૌસમ વસંતી થઇ
ફૂલ જેવા સ્મિતની કાયમ સખાવત રહેવાની

રોજ તું એકાંતમા ચુપકેથી આવી ચડે ત્યારે
શબ્દમા એ ખાનગી ભાવે કરામત રહેવાની

જિંદગીમા હોય કે ના હોય હોવા-પણું તારૂ
આ હ્રદયના તાલમા તારી આરત રહેવાની

એક તારા નામથી ગઝલો લખી છે ને લખવાનો
લાગણીના નામથી તારી જ રાહત રહેવાની

રોજ સજદા નામ તારૂં લઇને કરતો રહેવાનો
ને મુહોબતમા સનમ તારી ઇબાદત રહેવાની

દિલ છે તારો ઉતારો કાયમીનો ’મહોતરમાં’
આપના નામે જ કાયમ એ ઇમારત રહેવાની

કાયમી મારા વચનને લઇને નક્કર રહેવાનો
સાંજ ઢળતા કાયમી તારી જ વિરાસત રહેવાની

ઓ’મહોતરમા’સખી ભાવે હું ચાહી ના શકવાનો
કાનને તો કાયમી રાધાની ચાહત રહેવાની
-નરેશ કે.ડૉડીયા  
Advertisement

No comments:

Post a Comment