क्यारेक अटकी जाय तो क्यारेक चडती जाय छे Gujarati Gazal By Naresh K. Dodia

क्यारेक अटकी जाय तो क्यारेक चडती जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
क्यारेक अटकी जाय तो क्यारेक चडती जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
क्यारेक अटकी जाय तो क्यारेक चडती जाय छे
मारी गझलमा खालिपानी वेल वधती जाय छे

सामे नथी एना अभावोमां सतत जीवुं छुं हुं
एनी छबी जोइने आ आखो तरसती जाय छे

मळवाना रस्ताओ बधा एने कर्या छे बंध तोय
सपनाओना सागरमां मारी नाव तरती जाय छे

तकदीर मारी कोइ पासे गीरवे राखी हती
ए व्याजना नामे अमारा श्वास रळती जाय छे

एनी प्रतीक्षानी धरी फरती रहे चारे तरफ
कायम उचक जीवे अमारी रात डसती जाय छे

प्रश्नो सळगता काकडा जेवा सतत फेक्यां करे
तेथी ज मारी शांत इच्छाओ सळगती जाय छे

वर्तनमां एना तापने वर्षानो वैभव सामटो
क्यारेक अनराधार तो क्यारेक आग लगती जाय छे

मारी ‘महोतरमाने’ कोइ तो हवे समजावजो
एना वगरनी जिंदगीनी मौज सस्ती जाय छे
-नरेश के.डॉडीया
ક્યારેક અટકી જાય તો ક્યારેક ચડતી જાય છે
મારી ગઝલમા ખાલિપાની વેલ વધતી જાય છે

સામે નથી એના અભાવોમાં સતત જીવું છું હું
એની છબી જોઇને આ આખો તરસતી જાય છે

મળવાના રસ્તાઓ બધા એને કર્યા છે બંધ તોય
સપનાઓના સાગરમાં મારી નાવ તરતી જાય છે

તકદીર મારી કોઇ પાસે ગીરવે રાખી હતી
એ વ્યાજના નામે અમારા શ્વાસ રળતી જાય છે

એની પ્રતીક્ષાની ધરી ફરતી રહે ચારે તરફ
કાયમ ઉચક જીવે અમારી રાત ડસતી જાય છે

પ્રશ્નો સળગતા કાકડા જેવા સતત ફેક્યાં કરે
તેથી જ મારી શાંત ઇચ્છાઓ સળગતી જાય છે

વર્તનમાં એના તાપને વર્ષાનો વૈભવ સામટો
ક્યારેક અનરાધાર તો ક્યારેક આગ લગતી જાય છે

મારી ‘મહોતરમાને’ કોઇ તો હવે સમજાવજો
એના વગરની જિંદગીની મૌજ સસ્તી જાય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment