कुरबान थइ जावुं गमे ए हाथनी रेखा उपर Gujarati Gazal By Naresh K. Dodia

कुरबान थइ जावुं गमे ए हाथनी रेखा उपर Gujarati Gazal By Naresh K. Dodia
कुरबान थइ जावुं गमे ए हाथनी रेखा उपर Gujarati Gazal By Naresh K. Dodia
कुरबान थइ जावुं गमे ए हाथनी रेखा उपर
में जिंदगी मूकी छे एनां श्वासनां टेका उपर

कायम मळे खातावहीमा लागणी क्रेडीट थइ
आ शब्दनी पेढी सतत चाले छे ए देवा उपर

जे भाव साथे मे भरोसो कायमी मूक्यो हतो
जाणे पनीहारी मूके छे हाथ ए बेडा उपर

आ खोळियांमां वास बे जणनो हमेशा होय छे
एने ज मूकी दे छे इश्वर एक त्रीभेटा उपर

जे एक माणसनी कमी साथे जीवे छे जिंदगी
ए मानवीने जीववानु यादना मेळा उपर

जे कोतरायुं नाम दिलना खानगी खूणा उपर
ए दर्द शब्दो बोलवाना कायमी स्हेवा उपर

मारी “महोतरमां” हर रूपे प्यारथी प्यारी दिसे
एवी नजरथी जोउ के मजनुनी छे लैला उपर
-नरेश के.डॉडीया



કુરબાન થઇ જાવું ગમે એ હાથની રેખા ઉપર
મેં જિંદગી મૂકી છે એનાં શ્વાસનાં ટેકા ઉપર

કાયમ મળે ખાતાવહીમા લાગણી ક્રેડીટ થઇ
આ શબ્દની પેઢી સતત ચાલે છે એ દેવા ઉપર

જે ભાવ સાથે મે ભરોસો કાયમી મૂક્યો હતો
જાણે પનીહારી મૂકે છે હાથ એ બેડા ઉપર

આ ખોળિયાંમાં વાસ બે જણનો હમેશા હોય છે
એને જ મૂકી દે છે ઇશ્વર એક ત્રીભેટા ઉપર

જે એક માણસની કમી સાથે જીવે છે જિંદગી
એ માનવીને જીવવાનુ યાદના મેળા ઉપર

જે કોતરાયું નામ દિલના ખાનગી ખૂણા ઉપર
એ દર્દ શબ્દો બોલવાના કાયમી સ્હેવા ઉપર

મારી “મહોતરમાં” હર રૂપે પ્યારથી પ્યારી દિસે
એવી નજરથી જોઉ કે મજનુની છે લૈલા ઉપર
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment