आंखने खींटीए ज्यारे टांगी हती Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
आंखने खींटीए ज्यारे टांगी हती Gujarati Gazal By Naresh K. Dodia |
आंखने खींटीए ज्यारे टांगी हती
द्रश्यनी भूराश माफक आवी हती
तुं गझलनां शब्दमा भीजाती हती
लागणी त्यारे बधी वरसादी हती
भीतनी परछाइने लंबाती जोइने
ए ज वखते सूर्यए हद बांधी हती
ए कहे आंखोमां वसावीने जोइ लो!
पीजरा जेवी वसाहत मांगी हती
सादगी जोवानी कोशिशनां अंतमां
आरसीनी ब्हेन क्ही बोलावी हती
मोण चोपडती हती टहुंकाओ उपर
सांज प्हेलीवार गीतो गाती हती
आंखमां दरियो उछळतो जोइ एनी
एक इच्छा मरजीवा बनवानी हती
ए “महोतरमानी तुलनां क्यांथी करू?
प्यारमां धमरोळती सूनामी हती
-नरेश के.डॉडीया
આંખને ખીંટીએ જ્યારે ટાંગી હતી
દ્રશ્યની ભૂરાશ માફક આવી હતી
તું ગઝલનાં શબ્દમા ભીજાતી હતી
લાગણી ત્યારે બધી વરસાદી હતી
ભીતની પરછાઇને લંબાતી જોઇને
એ જ વખતે સૂર્યએ હદ બાંધી હતી
એ કહે આંખોમાં વસાવીને જોઇ લો!
પીજરા જેવી વસાહત માંગી હતી
સાદગી જોવાની કોશિશનાં અંતમાં
આરસીની બ્હેન ક્હી બોલાવી હતી
મોણ ચોપડતી હતી ટહુંકાઓ ઉપર
સાંજ પ્હેલીવાર ગીતો ગાતી હતી
આંખમાં દરિયો ઉછળતો જોઇ એની
એક ઇચ્છા મરજીવા બનવાની હતી
એ “મહોતરમાની તુલનાં ક્યાંથી કરૂ?
પ્યારમાં ધમરોળતી સૂનામી હતી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment