प्रेम एटले...हु ने तु..बाकी बीजु कंइ नही Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
प्रेम एटले...हु ने तु..बाकी बीजु कंइ नही Gujarati Kavita By Naresh K. Dodia |
प्रेम एटले कोइ छोकरीना हैयामां चोमासु फूटयु
-एवु कंइ नही
प्रेम एटले तने जोइ पहेलु काव्य दिलमांथी फूटयु ...
प्रेम एटले खाधु पीधु ने राज कीधु
-एवु कंइ नही..
प्रेम एटले मे मांग्यु नही ने ते सधळु दीधु..
प्रेम एटले लोहीझाणनी टेरवेथी काव्य लख्या
-एवु कंइ नही
प्रेम एटले आपना वच्चे नथी एवी लोहीझाण व्यथा
प्रेम एटले फूलोना मौसमना डायरा बायरा
-एवु कंइ नही
प्रेम एटले आपणे बंनेना स्वभाव एकसरखा वायडा...
प्रेम एटले बाग,बगीचानी पंतंगियानी वात
-एवु कंइ नही
प्रेम एटले मध्या थइ तोय साचवी राखेली मुग्धतानी जात
प्रेम एटले मीठी वातो,सोगादो,फूलोनो गुलदस्तो
-एवु कंइ नही
प्रेम एटले तारा प्रोफाइल पिकसमां सदा मळे चहेरो हसतो
प्रेम एटले सातजन्मनुं बंधन के ऋणानुबंध
-एवु कंइ नही
प्रेम एटले आजु बाजु कंइ नथी जोता,एवा छीए बंने अंध
प्रेम एटले लडाइनु मेदान ने खपी जवानो जुस्सो
-एवु कंइ नही
प्रेम एटले डारा देतो,धाकधमकीमा पण तारो प्रेम छलकतो गुस्सो
प्रेम एटले गालना खाडामां डुबी जतो वहाणोनो काफलो
-एवु कंइ नही
प्रेम एटले तने जोइने हु बनी जांउ छु साव नानो बाबलो
प्रेम एटले धरती ने आकाशनु क्षितिजे चुमवु
-एवु कंइ नही
प्रेम एटले मारा छबीमां सुका होठने मारू चुमवु
प्रेम एटले उडता पालव ने खुल्लु आभ अने पंतग
-एवु कंइ नही
प्रेम एटले आपणे साथे जोइने सौव थइ जाय छे दंग
प्रेम एटले खुल्ली के बंध आंखेथी थतो मळवानो वायदो
-एवुं कंइ नही
प्रेम एटले दूरसंचारना माध्यममां मळवानो आपणो फायदो
प्रेम एटले गालोनु काजळ,होठोनी लाली वाळी कोइ वामा
-एवु कंइ नही
प्रेम एटले तु खुद कजरारी आंखो वाळी मारी धवलश्यामा
प्रेम एटले आंखोमां झाकळ आंजी फूलोमा भरवानो मुशायरो
-एवु कंइ नही
प्रेम एटले तारा खातर केटली मानूनीनो अंह मे भांग्यो..
प्रेम एटले परोढनु झाकळ,फुलोनु महोरवु,पंखीनु चहेकवु
-एवु कंइ नही
प्रेम एटले मारी गझलमां"महोतरमां'ना नामे तारू टहेलवु
प्रेम एटले...हु ने तु..बाकी बीजु कंइ नही
-नरेश के.डॉडीया
પ્રેમ એટલે કોઇ છોકરીના હૈયામાં ચોમાસુ ફૂટયુ
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે તને જોઇ પહેલુ કાવ્ય દિલમાંથી ફૂટયુ ...
પ્રેમ એટલે ખાધુ પીધુ ને રાજ કીધુ
-એવુ કંઇ નહી..
પ્રેમ એટલે મે માંગ્યુ નહી ને તે સધળુ દીધુ..
પ્રેમ એટલે લોહીઝાણની ટેરવેથી કાવ્ય લખ્યા
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે આપના વચ્ચે નથી એવી લોહીઝાણ વ્યથા
પ્રેમ એટલે ફૂલોના મૌસમના ડાયરા બાયરા
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે આપણે બંનેના સ્વભાવ એકસરખા વાયડા...
પ્રેમ એટલે બાગ,બગીચાની પંતંગિયાની વાત
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે મધ્યા થઇ તોય સાચવી રાખેલી મુગ્ધતાની જાત
પ્રેમ એટલે મીઠી વાતો,સોગાદો,ફૂલોનો ગુલદસ્તો
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે તારા પ્રોફાઇલ પિકસમાં સદા મળે ચહેરો હસતો
પ્રેમ એટલે સાતજન્મનું બંધન કે ઋણાનુબંધ
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે આજુ બાજુ કંઇ નથી જોતા,એવા છીએ બંને અંધ
પ્રેમ એટલે લડાઇનુ મેદાન ને ખપી જવાનો જુસ્સો
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે ડારા દેતો,ધાકધમકીમા પણ તારો પ્રેમ છલકતો ગુસ્સો
પ્રેમ એટલે ગાલના ખાડામાં ડુબી જતો વહાણોનો કાફલો
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે તને જોઇને હુ બની જાંઉ છુ સાવ નાનો બાબલો
પ્રેમ એટલે ધરતી ને આકાશનુ ક્ષિતિજે ચુમવુ
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે મારા છબીમાં સુકા હોઠને મારૂ ચુમવુ
પ્રેમ એટલે ઉડતા પાલવ ને ખુલ્લુ આભ અને પંતગ
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે આપણે સાથે જોઇને સૌવ થઇ જાય છે દંગ
પ્રેમ એટલે ખુલ્લી કે બંધ આંખેથી થતો મળવાનો વાયદો
-એવું કંઇ નહી
પ્રેમ એટલે દૂરસંચારના માધ્યમમાં મળવાનો આપણો ફાયદો
પ્રેમ એટલે ગાલોનુ કાજળ,હોઠોની લાલી વાળી કોઇ વામા
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે તુ ખુદ કજરારી આંખો વાળી મારી ધવલશ્યામા
પ્રેમ એટલે આંખોમાં ઝાકળ આંજી ફૂલોમા ભરવાનો મુશાયરો
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે તારા ખાતર કેટલી માનૂનીનો અંહ મે ભાંગ્યો..
પ્રેમ એટલે પરોઢનુ ઝાકળ,ફુલોનુ મહોરવુ,પંખીનુ ચહેકવુ
-એવુ કંઇ નહી
પ્રેમ એટલે મારી ગઝલમાં"મહોતરમાં'ના નામે તારૂ ટહેલવુ
પ્રેમ એટલે...હુ ને તુ..બાકી બીજુ કંઇ નહી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment