हुं रोमेरोमथी तूटीने ज्यारे काव्य लखवानो Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
हुं रोमेरोमथी तूटीने ज्यारे काव्य लखवानो Gujarati Gazal By Naresh K. Dodia |
हुं रोमेरोमथी तूटीने ज्यारे काव्य लखवानो
पछी हर एक प्रेमीनी कहानी थइ उभरवानो
नथी तैयार होती क्षण उदासीनी जीवनमा दोस्त
करीए प्रेम तो मोको मळे ए क्षणमां भळवानो
तमारी यादने शणगारवानो पुष्प जेवी हुं
वितावेली बधी क्षणथी गझलनो बाग सजवानो
भले अंदर तूटेला तार छे दिलनी सितारीना
छता तारी खूशी काजे सूरीली तर्ज बनवानो
सितम तारा अनोखा मौनना लागे मने व्हाला
हवेथी मौननां तारा हुं नवतर पाठ भणवानो
टकी शकवुं नथी आसान संंबंधोनी दुनियामां
तुं धक्का दे छतां मारी जगाएथी ना हटवानो
नियमनी कोइ पण आडस मने खपती नथी तारी
नियमनी ब्हार रही चाहतनी वंडीने हुं टपवानो
मने तारा सिवाइ प्रेम कोइनो नही फावे
ए कारणथी महोतरमांना नामे काव्य रचवानो
-नरेश के.डॉडीया
હું રોમેરોમથી તૂટીને જ્યારે કાવ્ય લખવાનો
પછી હર એક પ્રેમીની કહાની થઇ ઉભરવાનો
નથી તૈયાર હોતી ક્ષણ ઉદાસીની જીવનમા દોસ્ત
કરીએ પ્રેમ તો મોકો મળે એ ક્ષણમાં ભળવાનો
તમારી યાદને શણગારવાનો પુષ્પ જેવી હું
વિતાવેલી બધી ક્ષણથી ગઝલનો બાગ સજવાનો
ભલે અંદર તૂટેલા તાર છે દિલની સિતારીના
છતા તારી ખૂશી કાજે સૂરીલી તર્જ બનવાનો
સિતમ તારા અનોખા મૌનના લાગે મને વ્હાલા
હવેથી મૌનનાં તારા હું નવતર પાઠ ભણવાનો
ટકી શકવું નથી આસાન સંંબંધોની દુનિયામાં
તું ધક્કા દે છતાં મારી જગાએથી ના હટવાનો
નિયમની કોઇ પણ આડસ મને ખપતી નથી તારી
નિયમની બ્હાર રહી ચાહતની વંડીને હું ટપવાનો
મને તારા સિવાઇ પ્રેમ કોઇનો નહી ફાવે
એ કારણથી મહોતરમાંના નામે કાવ્ય રચવાનો
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a Comment