चाहवानी पळ अने चुंबन भरेली छाब होय Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
चाहवानी पळ अने चुंबन भरेली छाब होय Gujarati Gazal By Naresh K. Dodia |
चाहवानी पळ अने चुंबन भरेली छाब होय
कोइनो आतममा भळवानो छुपो ईकरार होय
प्होचवा आतम लगी कयां वार लागे छे पछी
स्पर्शनो धगधगतो ज्यारे रूहमां तलसाट होय
नाद काफी होय राधाने विहवळ करवाने
वांसळीना नाद रेलावी मलकतां श्याम होय
आ तरसनुं रण शरणमां जेमनां अटकी जशे
होठथी लइने बदनमां ज्यां गुलाबी आह होय
एक इच्छा होय तो त्यारे ज संकोरी शको
एक दरियानी उपर जो तुं कदी पण बांध होय?
वात एनी आवतानी साथे बगीचे जुओ
फूलने कारण विनाना अवनवा आधात होय
पामवाने एक माणस रातभर तारा गणे
ए ज इच्छां पूर्ण करवां तारलां तैंनात होय
शब्दथी कायम”महोतरमा” लडाव्यां लाड मे
एमने कहो शब्दथी आगळ जवानां चान्स होय
-नरेश के.डॉडीया
ચાહવાની પળ અને ચુંબન ભરેલી છાબ હોય
કોઇનો આતમમા ભળવાનો છુપો ઈકરાર હોય
પ્હોચવા આતમ લગી કયાં વાર લાગે છે પછી
સ્પર્શનો ધગધગતો જ્યારે રૂહમાં તલસાટ હોય
નાદ કાફી હોય રાધાને વિહવળ કરવાને
વાંસળીના નાદ રેલાવી મલકતાં શ્યામ હોય
આ તરસનું રણ શરણમાં જેમનાં અટકી જશે
હોઠથી લઇને બદનમાં જ્યાં ગુલાબી આહ હોય
એક ઇચ્છા હોય તો ત્યારે જ સંકોરી શકો
એક દરિયાની ઉપર જો તું કદી પણ બાંધ હોય?
વાત એની આવતાની સાથે બગીચે જુઓ
ફૂલને કારણ વિનાના અવનવા આધાત હોય
પામવાને એક માણસ રાતભર તારા ગણે
એ જ ઇચ્છાં પૂર્ણ કરવાં તારલાં તૈંનાત હોય
શબ્દથી કાયમ”મહોતરમા” લડાવ્યાં લાડ મે
એમને કહો શબ્દથી આગળ જવાનાં ચાન્સ હોય
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a Comment