कोई आत्मधाती हुमलावरनी जेम ए अचानक Gujarati Kavita By Naresh K. Dodia

कोई आत्मधाती हुमलावरनी जेम ए अचानक Gujarati Kavita By Naresh K. Dodia
कोई आत्मधाती हुमलावरनी जेम ए अचानक Gujarati Kavita By Naresh K. Dodia
कोई आत्मधाती हुमलावरनी जेम ए अचानक 
कमरामां प्रवेशी अने कई पण बोल्यां विना
मारा उपर झुकी अने  
एनां लिप्स्टीक करेलां गुलाबी विस्फोटक पदार्थ भरेलां
बंने होठ सीधा मारा होठ पर मुकी दीधा
श्वासोनी हुंफाळा माहोलमां मारी अंदर 
एनां गुलाबी विस्फोटक पदार्थे हाहाकार मचावी दीधो

कशी पण हलनचलन कर्यां विनां सतत एक पछी एक 
मारी अंदर थतां विस्फोटने अनूभवतो रह्यो..
अंते आ विस्फोट सहन ना थतां 
मारो बचावनो मरणीया प्रयास शरू थयो

अने आत्मधाती हुमलावरने दबोची लीधी
बाहोनां मजबूत फांसामां एवी फसावी के
अंते ए तरफडीने वेरविखेर थयेली हालतमां   
सफेद चादरमां लपेटाइने फितनां थइ गइ..

पांच सीतारा होटलनां कमरानी बहार में जोयुं
सवारथी तोफाने चडेलो दरियो ढळती सांजनां 
काळा अजवाळामां शांत थयेलो हतो

में एक अछडती नजर ए फीदाइन हुमलावर तरफ 
नांखी अने जोयु के 
एक खूबसूरत देह विखरायेला मेकअपमां
अंलकाररहीत अने वस्रहिन दशामां
सफेद चादरमांं लपेटाइने पड्यो छे.
एक किसनां बदलामां लुटायेला योवनना थाकने
उतरतां हजु वार लागशे

आ जिवलेण् सोदर्यनी युनिवर्सिटीना आत्मधाती ज्ञाननो
अनुभव ना होय तो एनुं एज्युकेशन् बहुं आकरुं छे…..
- नरेश के. डॉडीया 

                                         
                                                
કોઈ આત્મધાતી હુમલાવરની જેમ એ અચાનક 
કમરામાં પ્રવેશી અને કઈ પણ બોલ્યાં વિના
મારા ઉપર ઝુકી અને  
એનાં લિપ્સ્ટીક કરેલાં ગુલાબી વિસ્ફોટક પદાર્થ ભરેલાં
બંને હોઠ સીધા મારા હોઠ પર મુકી દીધા
શ્વાસોની હુંફાળા માહોલમાં મારી અંદર 
એનાં ગુલાબી વિસ્ફોટક પદાર્થે હાહાકાર મચાવી દીધો

કશી પણ હલનચલન કર્યાં વિનાં સતત એક પછી એક 
મારી અંદર થતાં વિસ્ફોટને અનૂભવતો રહ્યો..
અંતે આ વિસ્ફોટ સહન ના થતાં 
મારો બચાવનો મરણીયા પ્રયાસ શરૂ થયો

અને આત્મધાતી હુમલાવરને દબોચી લીધી
બાહોનાં મજબૂત ફાંસામાં એવી ફસાવી કે
અંતે એ તરફડીને વેરવિખેર થયેલી હાલતમાં   
સફેદ ચાદરમાં લપેટાઇને ફિતનાં થઇ ગઇ..

પાંચ સીતારા હોટલનાં કમરાની બહાર મેં જોયું
સવારથી તોફાને ચડેલો દરિયો ઢળતી સાંજનાં 
કાળા અજવાળામાં શાંત થયેલો હતો

મેં એક અછડતી નજર એ ફીદાઇન હુમલાવર તરફ 
નાંખી અને જોયુ કે 
એક ખૂબસૂરત દેહ વિખરાયેલા મેકઅપમાં
અંલકારરહીત અને વસ્રહિન દશામાં
સફેદ ચાદરમાંં લપેટાઇને પડ્યો છે.
એક કિસનાં બદલામાં લુટાયેલા યોવનના થાકને
ઉતરતાં હજુ વાર લાગશે

આ જિવલેણ્ સોદર્યની યુનિવર્સિટીના આત્મધાતી જ્ઞાનનો
અનુભવ ના હોય તો એનું એજ્યુકેશન્ બહું આકરું છે…..
- નરેશ કે. ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment