ए अरज छे के हुकम,कइ परखाय नहिं Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
ए अरज छे के हुकम,कइ परखाय नहिं Gujarati Gazal By Naresh K. Dodia |
ए अरज छे के हुकम,कइ परखाय नहिं
प्रेम छे के ए रमत कंइ समजाय नहिं
एक माणस क्या सुधी दिलमा रही शके?
आपशो सवलत तो पाछा ए जाय नहिं
शब्द साथे लागणी भरचक जोइए
सुंठना कइ गांंगडे गांधी थाय नहिं
हुं गमुं छुं तोय ना बोले ए कशुंय
प्रेमनुं शाने वलण ए वपराय नहिं
मौनना बोजो ए होठो पर लइ फरे
शब्द मारा कोइ रीते सचवाय नहिं
चीतरे वरसाद कागळमा रोज तोय
वीजळीनो नाद शाने दोराय नहिं?
आंखमा जथ्थो भर्यो वादळनो छतां
ज्यां जरूंरत होय त्यारे वरसाय नहिं
वात शायर कहे तुं एवुं नां बोल दोस्त
वीजळी साथे कदी जळ जीलाय नहिं
ए"महोतरमा"समय लइ नहिं आवती
लाख आजीजी करूं पण रोकाय नहिं
-नरेश के.डॉडीया
એ અરજ છે કે હુકમ,કઇ પરખાય નહિં
પ્રેમ છે કે એ રમત કંઇ સમજાય નહિં
એક માણસ ક્યા સુધી દિલમા રહી શકે?
આપશો સવલત તો પાછા એ જાય નહિં
શબ્દ સાથે લાગણી ભરચક જોઇએ
સુંઠના કઇ ગાંંગડે ગાંધી થાય નહિં
હું ગમું છું તોય ના બોલે એ કશુંય
પ્રેમનું શાને વલણ એ વપરાય નહિં
મૌનના બોજો એ હોઠો પર લઇ ફરે
શબ્દ મારા કોઇ રીતે સચવાય નહિં
ચીતરે વરસાદ કાગળમા રોજ તોય
વીજળીનો નાદ શાને દોરાય નહિં?
આંખમા જથ્થો ભર્યો વાદળનો છતાં
જ્યાં જરૂંરત હોય ત્યારે વરસાય નહિં
વાત શાયર કહે તું એવું નાં બોલ દોસ્ત
વીજળી સાથે કદી જળ જીલાય નહિં
એ"મહોતરમા"સમય લઇ નહિં આવતી
લાખ આજીજી કરૂં પણ રોકાય નહિં
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a Comment