अनगिनत वरसोथी तारी वात लखतो रहुं छुं Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
अनगिनत वरसोथी तारी वात लखतो रहुं छुं Gujarati Gazal By Naresh K. Dodia |
अनगिनत वरसोथी तारी वात लखतो रहुं छुं
ए ज कारणथी हुं शब्दोमां समरतो रहुं छुं
एक इच्छा पूर्णकरवा हुं हवे थाक्यो छुं
एटले कारण विना खुदथीं हुं लडतो रहुं छुं
केटला ज्न्मोनी तुं मारी तरस थइ आवी
झांझवाने जळ गणी रणमां भटकतो रहुं छुं
बे-खबर तुं छे नही,ए वातथी छुं वाकेफ
मन वगर तो ये तने हुं रोज मळतो रहुं छुं?
कोइ पोतानी हवेली छोडवानुं छे नहि
तोय मीरा जेम खुदथी दूर खसतो रहुं छुं
रोज राधा-काननी वातो कवि करशे याद
कोइ वखते साद गोपीनो हुं बनतो रहु छुं
चाल लथडे तोय मयखानांनी छूटी ना लत
आ ज रीते हुं अडीखम थइने टकतो रहुं छुं
एक हदथी कोइने आगळ नथी मळवानुं
तोय रबनी चोकटे कायम हुं नमतो रहुं छुं
संंत जेवी सत्वशिल वातो नथी करतो हुं
कामनानां क्षेत्रफळमां रोज वधतो रहुं छु
आ’महोतरमां’छे तो खूश्बुं उठे मारामां
फूल जेवा स्पर्श साथे प्रेम लणतो रहुं छुं
-नरेश के.डॉडीया
અનગિનત વરસોથી તારી વાત લખતો રહું છું
એ જ કારણથી હું શબ્દોમાં સમરતો રહું છું
એક ઇચ્છા પૂર્ણકરવા હું હવે થાક્યો છું
એટલે કારણ વિના ખુદથીં હું લડતો રહું છું
કેટલા જ્ન્મોની તું મારી તરસ થઇ આવી
ઝાંઝવાને જળ ગણી રણમાં ભટકતો રહું છું
બે-ખબર તું છે નહી,એ વાતથી છું વાકેફ
મન વગર તો યે તને હું રોજ મળતો રહું છું?
કોઇ પોતાની હવેલી છોડવાનું છે નહિ
તોય મીરા જેમ ખુદથી દૂર ખસતો રહું છું
રોજ રાધા-કાનની વાતો કવિ કરશે યાદ
કોઇ વખતે સાદ ગોપીનો હું બનતો રહુ છું
ચાલ લથડે તોય મયખાનાંની છૂટી ના લત
આ જ રીતે હું અડીખમ થઇને ટકતો રહું છું
એક હદથી કોઇને આગળ નથી મળવાનું
તોય રબની ચોકટે કાયમ હું નમતો રહું છું
સંંત જેવી સત્વશિલ વાતો નથી કરતો હું
કામનાનાં ક્ષેત્રફળમાં રોજ વધતો રહું છુ
આ’મહોતરમાં’છે તો ખૂશ્બું ઉઠે મારામાં
ફૂલ જેવા સ્પર્શ સાથે પ્રેમ લણતો રહું છું
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a Comment