जीवनमां साम–सामे युद्ध तो चोपास चाले छे, Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
जीवनमां साम–सामे युद्ध तो चोपास चाले छे, Gujarati Gazal By Naresh K. Dodia |
जीवनमां साम–सामे युद्ध तो चोपास चाले छे,
छतांये भीतरे खालीपणानो श्वास चाले छे.
जुओ आंखोनुं आ उघाड–बंध रोजिंदी घटना छे,
कशुं नक्कर करुं छुं एटले इतिहास चाले छे.
अमारा श्वास अटकी अटकीने चाले छे जाणे के,
आ नकरी वास्तविकता वच्चे पण आभास चाले छे.
बधी पथ्थर सरीखी कामनानो अंत लावी दो
पछी तमने य लागे पगनी नीचे धास चाले छे
बधी आपत्तिओ वच्चे सलामत थइने जीवुं छुं,
दवा साथे दुआनो पण हजी सहवास चाले छे.
अमोने भावता भोजननी माया क्यां हवे रही छे
हवे तो खीचडी साथे अमोने छास चाले छे
घणाने में गझल काव्योने ज्यां त्यां फेकतां जोयां
पछी लाग्युं के तुकबंधीने नामे त्रास चाले छे
गझल लखवानुं चाले छे, कदी अटकीने चाले छे,
"महोतरमांनो" करुं उल्लेख तो तो खास चाले छे.
-नरेश के.डॉडीया
જીવનમાં સામ–સામે યુદ્ધ તો ચોપાસ ચાલે છે,
છતાંયે ભીતરે ખાલીપણાનો શ્વાસ ચાલે છે.
જુઓ આંખોનું આ ઉઘાડ–બંધ રોજિંદી ઘટના છે,
કશું નક્કર કરું છું એટલે ઇતિહાસ ચાલે છે.
અમારા શ્વાસ અટકી અટકીને ચાલે છે જાણે કે,
આ નકરી વાસ્તવિકતા વચ્ચે પણ આભાસ ચાલે છે.
બધી પથ્થર સરીખી કામનાનો અંત લાવી દો
પછી તમને ય લાગે પગની નીચે ધાસ ચાલે છે
બધી આપત્તિઓ વચ્ચે સલામત થઇને જીવું છું,
દવા સાથે દુઆનો પણ હજી સહવાસ ચાલે છે.
અમોને ભાવતા ભોજનની માયા ક્યાં હવે રહી છે
હવે તો ખીચડી સાથે અમોને છાસ ચાલે છે
ઘણાને મેં ગઝલ કાવ્યોને જ્યાં ત્યાં ફેકતાં જોયાં
પછી લાગ્યું કે તુકબંધીને નામે ત્રાસ ચાલે છે
ગઝલ લખવાનું ચાલે છે, કદી અટકીને ચાલે છે,
"મહોતરમાંનો" કરું ઉલ્લેખ તો તો ખાસ ચાલે છે.
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a Comment