रसीला होठ पर एनां गुलाबी ताजगी छलके छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
रसीला होठ पर एनां गुलाबी ताजगी छलके छे Gujarati Gazal By Naresh K. Dodia |
रसीला होठ पर एनां गुलाबी ताजगी छलके छे
ने कजरारा नयनमा एकधारी वीजळी चमके छे
करे शणगार ज्यारे खास अवसर होय छे त्यारे ए
ने कत्लेआम करती चाल जोइ दिल सौना धडके छे
बिराजे होठ पर तल खास ओळख लइने सुंदरतानी
हसे तो गालमां खंजनय सर्पाकार थइ सरके छे
अमे तकदीरने बळवान मानी ज्यारथी आवी ए
हरीफो मुजना एनो जीव बाळी सर सदा पटके छे
छे सर्जनहारनी कारीगरी बेनमुन सी एनामां
ए सुंदरतामां इश्वरनां कसब साथे कला झळके छे
नहीं कोइ तोले एमना आवे जगत आखामां
ने तेथी शायरीमां रोफ मारो पण जरा हटके छे
नथी बंधन अमारा प्रेमने व्हेवारमां रांख्युं तोय
ह्रदय छे बे छतां,एकत्वनुं कोइ तथ्य सरचडके छे
हरखनां कोइ तेडा होय नां ज्यां चाहनांनुं छे राज
ए टेलीफोनमां बोले ने दिलमा घंटडी रणके छे
‘महोतरमां’ मळी छे आ जगत फेंदी वळ्यो चारेकोर
खुदा पण प्यार मारो एमनो जोइ सदा मलके छे
-नरेश के.डॉडीया
રસીલા હોઠ પર એનાં ગુલાબી તાજગી છલકે છે
ને કજરારા નયનમા એકધારી વીજળી ચમકે છે
કરે શણગાર જ્યારે ખાસ અવસર હોય છે ત્યારે એ
ને કત્લેઆમ કરતી ચાલ જોઇ દિલ સૌના ધડકે છે
બિરાજે હોઠ પર તલ ખાસ ઓળખ લઇને સુંદરતાની
હસે તો ગાલમાં ખંજનય સર્પાકાર થઇ સરકે છે
અમે તકદીરને બળવાન માની જ્યારથી આવી એ
હરીફો મુજના એનો જીવ બાળી સર સદા પટકે છે
છે સર્જનહારની કારીગરી બેનમુન સી એનામાં
એ સુંદરતામાં ઇશ્વરનાં કસબ સાથે કલા ઝળકે છે
નહીં કોઇ તોલે એમના આવે જગત આખામાં
ને તેથી શાયરીમાં રોફ મારો પણ જરા હટકે છે
નથી બંધન અમારા પ્રેમને વ્હેવારમાં રાંખ્યું તોય
હ્રદય છે બે છતાં,એકત્વનું કોઇ તથ્ય સરચડકે છે
હરખનાં કોઇ તેડા હોય નાં જ્યાં ચાહનાંનું છે રાજ
એ ટેલીફોનમાં બોલે ને દિલમા ઘંટડી રણકે છે
‘મહોતરમાં’ મળી છે આ જગત ફેંદી વળ્યો ચારેકોર
ખુદા પણ પ્યાર મારો એમનો જોઇ સદા મલકે છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a Comment