तुं अरीसामां हवे जोया न कर Gujarati Gazal By Naresh K. Dodia

तुं अरीसामां हवे जोया न कर Gujarati Gazal By Naresh K. Dodia
तुं अरीसामां हवे जोया न कर Gujarati Gazal By Naresh K. Dodia
तुं अरीसामां हवे जोया न कर
वाळ धोळा जोईने रोया न कर

आ जुवानी हवे विती गई   
तुं जुनी तस्वीरमां खोया न कर         

मात्र अंदरनुं तुं साचव ए खरुं    
बाह्य चहेराने हवे धोया न कर      

खूशी सौने व्हेची राजी थइ जां तुं 
शब्दनां आंचळमां दुख दोया न कर         

मात्र सुंदरता उपर मोही नां जां       
जातने रसना हवे धोया न कर

सोनु मळवानुं नथी जीवनमां दोस्त                  
जातने तारी तुं धुळधोया न कर 

छे महोतरमा हवे बंजर भूमि            
प्रेमनां बीजो तुं त्यां बोया न कर    
- नरेश के. डोडीया
તું અરીસામાં હવે જોયા ન કર
વાળ ધોળા જોઈને રોયા ન કર

આ જુવાની હવે વિતી ગઈ   
તું જુની તસ્વીરમાં ખોયા ન કર         

માત્ર અંદરનું તું સાચવ એ ખરું    
બાહ્ય ચહેરાને હવે ધોયા ન કર      

ખૂશી સૌને વ્હેચી રાજી થઇ જાં તું 
શબ્દનાં આંચળમાં દુખ દોયા ન કર         

માત્ર સુંદરતા ઉપર મોહી નાં જાં       
જાતને રસના હવે ધોયા ન કર

સોનુ મળવાનું નથી જીવનમાં દોસ્ત                  
જાતને તારી તું ધુળધોયા ન કર 

છે મહોતરમા હવે બંજર ભૂમિ            
પ્રેમનાં બીજો તું ત્યાં બોયા ન કર    
- નરેશ કે. ડોડીયા
Advertisement

No comments:

Post a Comment