Mare kavita lakhvi hati Gujarati Kavita By Naresh K. Dodia

Mare kavita lakhvi hati Gujarati Kavita By Naresh K. Dodia
Mare kavita lakhvi hati Gujarati Kavita By Naresh K. Dodia

મારે કવિતા લખવી હતી 
અને એક દિવસ 
અચાનક તું મને મળી ગઈ 
બસ ત્યારથી હું 
બસ તને અને તારા વ્યક્તિત્વને 
શબ્દોમાં ઉતારુ છું 
ત્યારે કાવ્યનાં અનેક
પ્રકારો આપ મેળે
 ઉતરી આવે છે 
કોઈ એને 
ગઝલ કહે છે 
કોઈ એને 
કવિતા કહે છે 
બસ તારા તૌર તરીકાને 
નખરાના અલગ અલગ ભાવને જે મારી નજરથી વાંચે છે 
એ કવિતા બની જાય છે 
હાં! 
કાગળ પર નહીં પણ 
આંખ સામે હસતી રમતી,
નખરા કરતી,એક જીવંત કવિતા 
- નરેશ કે. ડોડીયા
Advertisement

No comments:

Post a Comment