જે નથી એ લોકો યાદ આવે છે
દ્રશ્યની પછી વણજાર આવે છે
જે નથી એ લોકો યાદ આવે છે
એક આંસું તારી આંખમા આવે
એટલે અહીં વરસાદ આવે છે
થોડી અણસમજ છે એટલું સારું
લાગણીનો મારો ભાગ આવે છે
પ્રેમથી ભરાઇ જાય જ્યારે પેટ
બે જણાની વચ્ચે શ્રાધ્ધ આવે છે
એક જણ સતત ચાહે પછી શું થાય
ત્યા અભાવ નામે થાક આવે છે
જેમને સતત સાથે રહેવું હોય
અણગમાનો ત્યાં વનવાસ આવે છે
જિંદગી જીવીને કરવું શું બોલો?
રોજ કેટલો બદલાવ આવે છે
એટલી મહોતરમાંને છે સમજણ
ચાહવામા અડચણ લાખ આવે છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals

No comments:
Post a Comment