વાળી લીધેલી વાતને પાછી નહીં કરતા હવે
વાળી લીધેલી વાતને પાછી નહીં કરતા હવે
ઉજળી થયેલી જાતને કાળી નહીં કરતાં હવે
ગમતા હતા એ વાતને ભૂલી જવાની છે હવે
બસ પ્રેમનાં નામે તરફદારી નહી કરતાં હવે
ધોળા થયેલા વાળની ઈજ્જતને સાચવજો તમેં
બસ આબરૂની ક્યાય ધુળધાણી નહીં કરતાં હવે
રંગીન રાતોની કહાની દોહરાવો નાં હવે
વનમાં પ્રવેસી જાત રજસ્ત્રાવી નહી કરતાં હવે
ખામી હતી સંબંધમાં મારા તરફથી સત્ય છે
મારી બૂરી આદત તમે સારી નહી કરતાં હવે
કેવો તફાવત હોય છે બે માણસોના પ્રેમમાં
મારી બધી ખામીઓની યાદી નહી કરતાં હવે
તાજા ફૂલો જાણીને સઘળી યાદને સુંઘ્યા કરું
પાછા મળી યાદોને બસ વાસી નહીં કરતા હવે
મારી મહોતરમાને મળવાને જવાનો હું નથી
મારી કસમને કોઈ તકલાદી નહી કરતાં હવે- નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
naresh bhai khub sundr gajal no rasthal
ReplyDeleteખુબ સુંદર શબ્દો નો શણગાર આપને માં વિદ્યાદેવી
ReplyDeleteતરફ થી મળ્યો છે એને બરકરાર રાખજો ને ગુજરાતી
કાવ્ય જગત ની સેવા કરતા રહેજો એવી શુભાંજલી