જો તારી આંખમાં દરિયો છે રણ છે વાવ પણ છે

 તારી આંખમાં દરિયો છે રણ છે વાવ પણ છે gujrati gazal by Naresh K. Dodia

આ તારી આંખમાં દરિયો છે રણ છે વાવ પણ છે


કદી ઠંડી,કદી ગરમી,અને વરસાદ પણ છે.




કદી દિલથી ભળે છે તો કદી અળગી રહે છે


કદી લીલોતરી જેવી,કદી દુષ્કાળ પણ છે




સમયને ક્યાક રોકી શકવાની ત્રેવડ છે મારી


સમયસર તું કહી દે જો મજાની સાંજ પણ છે




હમેશાં એક તરફી આયનાનો વાંક ના હોય


તમારાં મનમાં ઝાંકો તો હ્રદયમાં ડાઘ પણ છે




સિતમ એનો હ્રદયમાં આખરી હોતો નથી પણ


રહે આંખોની સામે એમનો સંતાપ પણ છે




ઘડીભર સાથ આપીને તરસ્યા રણ બનાવે


ને તારા પ્યારમાં ભીની થવાની આશ પણ છે




હું સાંગોપાંગ તારામાથી બહારે નીકળી જઇશ


પછી તું કહેશે એકલતાનો કકળાટ પણ છે




મનોમન માણવાની ક્ષણ બની ગઇ છે હવે તું


નથી સામે છતા કણશી શકું એ ઘાવ પણ છે




મહોતરમાની મનમાની સતત ચાલે છે દિલમા


હજારો માનુની વચ્ચે એ મારી ખાસ પણ છે


નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment