પ્રિયજન- Gujrati Kavita By Naresh K. dodia


 પ્રિયજન-  

——————–

જિંદગીનાં નવ રંગો તો મે જોઇ લીધા

શું જિંદગીનો દસમો રંગ

બધાનો પોતિકો હોઇ શકે છે.?

સુખી સંપન પરિવાર

અને અમે બે,અમારા બે

ઘરમાં સદા ખુશ્નુમાં માહોલ

એક પરિણીતાને બીજુ શું જોઇએ?

ઉચ્ચપગારદાર પતિ

જેનું વિશ્વ મારા જેવી ખૂબસૂરત અને

સમજદાર અને પ્રેમાળ પત્ની

ઓફિસ અને ઘર અને

અમુક મિત્રો સુધી સિમિત હતું.

મારા જ્ન્મદિવસથી લઇને

અમારા મેરેજ એનિવર્સરી સુધીનાં

દરેક પ્રંસગોમાં મારો ઠસ્સો અલગ હોવો જોઇએ

એવું માનતા હતાં.

દરેક પ્રંસગમાં મારી સાડી ફરીથી રીપિટ ના થવી જોઇએ.

એક ફિલ્મી અભિનેત્રીની જેમ મારી તારીફ અને વખાણ થતાં રહેતા

એમનાં મિત્રો અને મિત્રોની પત્ની દ્વારા

અને એક દિવસ અચાનક

મારા ફેસબુકમાં પ્રોફાઇ પિકસમાં એની કોમેન્ટ વાંચી

કૈક નવા પ્રકારની તારીફ હતી શબ્દોમાં

કૈક નવા પ્રકારની સવેદનાં મારામાં જન્મી

જિંદગીમાં પહેલીવાર પતિ સિવાઇ અન્ય પુરુષનો

વિચાર આવી ગયો…..

એની પોસ્ટ રોજ વાંચવાની આદત પડી ગઇ.

વાંચતાં વાંચતાં

ધીરે ધીરે એના લખેલા શબ્દોમાં હું ઓગળતી ગઇ

“વળગણ”

જિંદગીને હમેંશાં અચાનક નવા રસ્તે

વળાવી દેતો આ શબ્દ "વળગણની" હું મોહતાજ બની ગઇ.

ધીરે ધીરે સંવાદો થકી,

પછી મોબાઇલ નંબરોની આપ લે

રોજની એની આદત પડતી ગઇ

સંવાદો થકી

સંવેદનાઓની આપ લે થતી ગઇ…

એક અલગ વિશ્વ બની ગયું

કલ્પનાંનાં પાયા પર

ઉર્મિઓનાં વિશાળ મહેલો બની ગયાં

અને આ વિશાળ મહેલની એક માત્ર રાણી હું

જ્યાં હું હોઉ ત્યારે એક યુવાન સામાજ્ઞ્રી બની જતી

હું સિહાંસને બિરાજમાન હોઉ

જાણે એ મારા પગ પાસે બેસીને

એક રાજકવિની જેમ મારા માટે

રજવાડી ઠાઠ ધરાવતા શબ્દોનાં

ઉપહાર મને ચડાવતો રહેતો હતો

એક દિવસ વાસ્તવિકએ મને સાદ પાડયો

ત્યારે મેં એને લખ્યું…

"મારા માનવાં પ્રમાણે મારી જાત પછી

મને સમજનારી કદાચ એ વ્યકિત હોવી જોઇએ

કાલે તને ફોટો શેર કર્યા પછી મને એવું થયું કે

મેં ભૂલ તો નથી કરીને?….

મારે આવું નહોતું કરવું જોઈતું.."

"હું એક સુખી ગૃહિણી છું,

મારો પતિ મને સારી રીતે રાખે છે,

તો પછી તારી સાથે આટલી અટેચ કેમ થાઉં?"

"તારી પાસે આવીને બહેકી જવાય છે

ખરાબ વિચારવાથી પર થઇ જાઉં છું

અને મારું દિલ દોરવે તેમ દોરવાઈ જાઉં છું

હું કશું ખોટું કરતી હોઉં તો

તું મને રોકજે પ્લિઝ..!!!"

"તું સમજદાર પુરુષ છે,

અને મને સમજાવી પણ શકે છે.

તારી સાથે એવો નાતો થઇ ગયો છે

કે મને તારું કશું ખોટું નહિ લાગે.

આપણો સંબંધ ભલે આભાસી હોય 

પણ કશું નક્કર છે જે આપણે બેઉને

જોડી રાખે છે.."    

પણ….બસ આટલું લખી શકી.

થોડૉ દિલમાં ભાર હળવો થયો એવું લાગ્યું.

બીજે દિવસે સવારે ફકત એના રિપ્લાઇની

આતુરતા સાથે લોગઇન થઇ

એને રીપ્લાઇમાં એની બેફીકરાઇની અદામાં લખ્યું હતું.

મારી વ્હાલી,તું તો મારાથી વધું સમજદાર છે

મારાથી કદાચ તારું આઇકયું લેવલ ઉચ્ચું છે

મહોતરમાં…કેમ આજે ગાડી પ્લેટફોર્મ બદલીને ચાલે છે.?

મારા ચહેરાની ભાષા સમજનાર

આ માણસે મને કેટલા નવા નામ આપ્યા હતા

એક અભિમાની હાસ્ય મારા ચહેરે આવી ગયું..

એના શબ્દો યાદ આવ્યા..” મેરા બચ્ચા.”

પછી એને લખ્યું "કદાચ કોઇ ઋણાનુંબંધ હશે

એટલે આપણે જોજનો દૂર રહીએ છીએ છતાં

એક બીજાના દિલમા બેરોકટૉક જઇ શકીએ

એટલી નજીકતા બનાવી છે

જે કોઇ નકશાની તાકાત નથી કે દેખાડી શકે

મારી વ્હાલી!કાલે રાતે પ્રિયજન નવલકથાં વાંચતો હતો

એના પાછલા પાને લખેલું છે,એ વાંચી લે બસ!!!

વિનેશ અંતાણીની મારી ગમતી નવલકથા છે.

“જીવનને ભરપૂર જીવી લીધું હોય

બધું જ સભર હોય

છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે,

એકાદ ચહેરો મનમાં છલકાય જાય

એવું બને ત્યારે

પ્રશ્ર્ન થાય કે

કંઇ ક્ષણ સાચી!!

કે પછી બંને ક્ષણ સાચી..!??!

- નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment