तुं एटले आम तो मारो कंइ नही,पण तुं एटले मारा सर्वस्व उर्मि प्रदेश Gujrati kavita By Naresh K. Dodia
![]() |
तुं एटले आम तो मारो कंइ नही,पण तुं एटले मारा सर्वस्व उर्मि प्रदेश Gujrati kavita By Naresh K. Dodia
तुं एटले -
|
तुं एटले उर्मिओनां अश्वमेघ पछी जीतेलो
मारी लागणीओनां कबजे थयेलो एक प्रदेश.
तुं एटले मारी श्वासनी माळामां परोवाया विनानुं
बधा मोतिओथी एक नोखुं अलगारी रंगनु मोति.
तुं एटले मारा आंतरमनमां जमीन माफिया जेम
बळजबरीथी कबजो जमावी बेठेलो शब्द माफिया
तुं एटले मारा उर्मिओनी ताजी फसलने अडधी राते
भेलाण करी जातुं बे पग वाळुं मानविय प्राणी
तुं एटले भीड भर्या माहोलमां एकलतानो अहेसास
करावनारो मारो ह्रदयनो एकलोतो विचार
तुं एटले मारी लागणीनां तोफानी दरियामां
शब्दनी नाव लइ खाबकनारो व्हालो कलमखेडुं
तुं एटले मारी एकलतानां माहोलमां मन अने दिलने
एकरूप बनावी मारी उर्मिओनुं वेगीलुं उदगम स्थान
तुं एटले मारा हर एक बोलने कदी ना उठापनार
मारा हर एक बोलनो एक शराबी जेवो बंधाणी
तुं एटले मारा एक स्मितने खातर सघळी लागणी
अने शब्दोने मारा चरणॉ वेरी देतो उर्मिनो सोदागर
तुं एटले अडधी राते अचानक आंखोमां छापो मारी
मारी उंधने लूटी जनारो कलमधारी बहारवटीयो.
तुं एटले आम तो मारो कंइ नही,पण तुं एटले
मारा सर्वस्व उर्मि प्रदेशनां बनी बेठेलो मालिक
तुं एटले ज्यारथी मने मळ्यो त्यारथी मारा समयने
स्थगीत करी देनारुं कदी ना बदलनारूं केलेन्डरनुं पानुं
तुं एटले मारी उदासीने चपटी वगाडीने पलमां दूर करी
देनारो मखमल भीनी भीनी लागणीनी व्हाली वांछट
तुं एटले पांच मिनिट कहीने कलाकोनां कलाको सुधी
मने फोन पर संमोहनमां जकडी राखनारो संमोहनकार
तुं एटले ज्यांथी मारी 'हुं'नी शरूआतथी लइने तारा
'तुं'मां भेळवीने "आपणे"होवानुं मारू सहियारू अस्तित्व
तुं एटले कीबोर्ड पर टेरवाथी जादु करीने दुनियाना
कोइ पण छेडेथी मने कनेक्ट रहेवा मजबूर करतो जादुगर
तुं एटले मारा चमकदार स्मित पाछळनुं रहस्यमय कारण
तुं एटले हसता हसतां मने रडावी जनारुं अनोखुं तारण
तुं एटले हजारो चाहनारा अने चाहनारी वच्चे मारी यादमां
एकलतानी पारावार वेदनानो बोज सहेनारो मारो बीजो खंभो
तुं एटले तुं,अने तारा जेवुं कोइ नही एवो आ दुनियानो
मात्र अने मात्र "महोतरमां"नां अस्तित्वनो नक्कर आधार
-नरेश के.डॉडीया
તું એટલે -
તું એટલે ઉર્મિઓનાં અશ્વમેઘ પછી જીતેલો
મારી લાગણીઓનાં કબજે થયેલો એક પ્રદેશ.
તું એટલે મારી શ્વાસની માળામાં પરોવાયા વિનાનું
બધા મોતિઓથી એક નોખું અલગારી રંગનુ મોતિ.
તું એટલે મારા આંતરમનમાં જમીન માફિયા જેમ
બળજબરીથી કબજો જમાવી બેઠેલો શબ્દ માફિયા
તું એટલે મારા ઉર્મિઓની તાજી ફસલને અડધી રાતે
ભેલાણ કરી જાતું બે પગ વાળું માનવિય પ્રાણી
તું એટલે ભીડ ભર્યા માહોલમાં એકલતાનો અહેસાસ
કરાવનારો મારો હ્રદયનો એકલોતો વિચાર
તું એટલે મારી લાગણીનાં તોફાની દરિયામાં
શબ્દની નાવ લઇ ખાબકનારો વ્હાલો કલમખેડું
તું એટલે મારી એકલતાનાં માહોલમાં મન અને દિલને
એકરૂપ બનાવી મારી ઉર્મિઓનું વેગીલું ઉદગમ સ્થાન
તું એટલે મારા હર એક બોલને કદી ના ઉઠાપનાર
મારા હર એક બોલનો એક શરાબી જેવો બંધાણી
તું એટલે મારા એક સ્મિતને ખાતર સઘળી લાગણી
અને શબ્દોને મારા ચરણૉ વેરી દેતો ઉર્મિનો સોદાગર
તું એટલે અડધી રાતે અચાનક આંખોમાં છાપો મારી
મારી ઉંધને લૂટી જનારો કલમધારી બહારવટીયો.
તું એટલે આમ તો મારો કંઇ નહી,પણ તું એટલે
મારા સર્વસ્વ ઉર્મિ પ્રદેશનાં બની બેઠેલો માલિક
તું એટલે જ્યારથી મને મળ્યો ત્યારથી મારા સમયને
સ્થગીત કરી દેનારું કદી ના બદલનારૂં કેલેન્ડરનું પાનું
તું એટલે મારી ઉદાસીને ચપટી વગાડીને પલમાં દૂર કરી
દેનારો મખમલ ભીની ભીની લાગણીની વ્હાલી વાંછડ
તું એટલે પાંચ મિનિટ કહીને કલાકોનાં કલાકો સુધી
મને ફોન પર સંમોહનમાં જકડી રાખનારો સંમોહનકાર
તું એટલે જ્યાંથી મારી 'હું'ની શરૂઆતથી લઇને તારા
'તું'માં ભેળવીને "આપણે"હોવાનું મારૂ સહિયારૂ અસ્તિત્વ
તું એટલે કીબોર્ડ પર ટેરવાથી જાદુ કરીને દુનિયાના
કોઇ પણ છેડેથી મને કનેક્ટ રહેવા મજબૂર કરતો જાદુગર
તું એટલે મારા ચમકદાર સ્મિત પાછળનું રહસ્યમય કારણ
તું એટલે હસતા હસતાં મને રડાવી જનારું અનોખું તારણ
તું એટલે હજારો ચાહનારા અને ચાહનારી વચ્ચે મારી યાદમાં
એકલતાની પારાવાર વેદનાનો બોજ સહેનારો મારો બીજો ખંભો
તું એટલે તું,અને તારા જેવું કોઇ નહી એવો આ દુનિયાનો
માત્ર અને માત્ર "મહોતરમાં"નાં અસ્તિત્વનો નક્કર આધાર
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment