हुं गुजराती बगीचानां फूलोनी छाब लाव्यो छुं Gujarati Gazal By Naresh K. Dodia

हुं गुजराती बगीचानां फूलोनी छाब लाव्यो छुं Gujarati Gazal By Naresh K. Dodia
हुं गुजराती बगीचानां फूलोनी छाब लाव्यो छुं Gujarati Gazal By Naresh K. Dodia
जरा खूश्बु,जरा झाकळ,जरां अजवास लाव्यो छुं
हुं गुजराती बगीचानां फूलोनी छाब लाव्यो छुं

नथी मळतां अहींया छंद साथे काफियाना ताल
हुं छंदोलयमां शब्दोनो अनेरो घाट लाव्यो छुं

नथी वसवाट गमता मानवीनो आंखनी सामे
ए सौनी यादने शब्दो रूपे साक्षात लाव्यो छुं

अमारी आंखनी लीलाशने लालाशमां छे फर्क
कभी खूशी कभी गमथी लडेली आंख लाव्यो छुं

उजवतो रोज उत्सव जेम जेनी यादने शायर
विरहनां काव्यनां मेळा समो त्हेवार लाव्यो छुं

तमे पाछोतरी वातो भूली जाशो वचन आपुं
गझलना वडनी फेलायेल मीठी छांव लाव्यो छुं

अमारी वातमा दम छे अमे एवुं नथी कहेतां
अहम त्यागीओ बेसे ए सभानी दाद लाव्यो छुं

महोतरमानी वातो ना पुछो जाहेरमां दोस्तो
मुसीबत कैक वेठीने ए सुंदर नार लाव्यो छुं
-नरेश के.डॉडीया
જરા ખૂશ્બુ,જરા ઝાકળ,જરાં અજવાસ લાવ્યો છું
હું ગુજરાતી બગીચાનાં ફૂલોની છાબ લાવ્યો છું

નથી મળતાં અહીંયા છંદ સાથે કાફિયાના તાલ
હું છંદોલયમાં શબ્દોનો અનેરો ઘાટ લાવ્યો છું

નથી વસવાટ ગમતા માનવીનો આંખની સામે
એ સૌની યાદને શબ્દો રૂપે સાક્ષાત લાવ્યો છું

અમારી આંખની લીલાશને લાલાશમાં છે ફર્ક
કભી ખૂશી કભી ગમથી લડેલી આંખ લાવ્યો છું

ઉજવતો રોજ ઉત્સવ જેમ જેની યાદને શાયર
વિરહનાં કાવ્યનાં મેળા સમો ત્હેવાર લાવ્યો છું

તમે પાછોતરી વાતો ભૂલી જાશો વચન આપું
ગઝલના વડની ફેલાયેલ મીઠી છાંવ લાવ્યો છું

અમારી વાતમા દમ છે અમે એવું નથી કહેતાં
અહમ ત્યાગીઓ બેસે એ સભાની દાદ લાવ્યો છું

મહોતરમાની વાતો ના પુછો જાહેરમાં દોસ્તો
મુસીબત કૈક વેઠીને એ સુંદર નાર લાવ્યો છું
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment