तुं जिंदगीमां आवी पछी मारुं अभिमान Gujarati Kavita By Naresh K. Dodia

तुं जिंदगीमां आवी पछी मारुं अभिमान Gujarati Kavita By Naresh K. Dodia
तुं जिंदगीमां आवी पछी मारुं अभिमान Gujarati Kavita By Naresh K. Dodia
तुं जिंदगीमां आवी पछी मारुं अभिमान 
कोइ मदमत हाथी जेवुं डॉले छे...
अने अभिमान शा माटे ना थाय 
एनां एकथी वधुं कारणॉ छे..कारणके 
तुं कोइ अदभूत  स्त्री छे.

तारामां संध्यानो संधिवैभव
अने चंद्रिकानो आहलादक माहोल छे
वैभव अने आहलाद एकत्र थवाथी
जे भाव निर्माण थाय छे,
तेनुं कविओए हजु नाम केम नथी पाडयुं,
ए एमनो गुनो ज कहेवाय.

रूपयौवन प्राप्त थयां तेना मुख पर जे
वैभवयुकत स्थिर शांति पथरायेली देखाय छे
ते ज छटा प्रकृतिदेवीना अंगेअंगेमां देखाय छे.
शुं आ कवि जोइ शकतो हशे...नही..!!
पण हुं जोइ शकुं छु,कारण के हुं तने कविनी नजरे नही
पण एक प्रेमीनी नजरे जोंउ छुं.

तुं मात्र एक सामान्य  स्त्री नथी
तुं कोइ देवांगना जेवी लागे छे
तारी उमर पण त्रीस पात्रीसनी लागे
तारा केशनी भव्यता जाणे फेल फेलावतां नाग स्वरूप
कमलनी दांडी समी तारी आंगळीओ 
कोइ अपुर्वानुं अदभुत देह लालित्य धरावे छे
जेनी रेखाओमां आकर्षणनो सागर छलके छे
जेमां एक मरजीवा जेम डुबकी लगाववानी
इच्छा बळवत्तर बनती जाय छे                

अने तारी आखोमां तो मेनकानो मद छलके छे
तारी बोलवानी अने गावानी अदभुत छटा                                 
तुं ज्यारे टेलीफोनमा वात करे छे...त्यारे
हुं सपंर्णपणे "महोतरमामय" बनी जांउ छु.            

कोइ गामडानी रबारण जाणे घुनामांथी
स्नान करी बहार नीकळती होय एवी ताजगी
तो तुं चोवीसे कलाक साथे लइने फरे छे.             
खरेखर तारे स्नान कर्यां पछी जे खुश्बू नितरती होय एने
तारे शीशीमा  भरीने मने मोकलवी जोइए..जेथी
हुं तारा अहेसासनी भीनाशने कोइ पण समये माणी शकुं

तुं शरीरे पातळी अने धवल श्यामनो रंगनो
अदभूत संगम धरावे छे         
उपरथी सुंदर श्वेत दंत पंकित 
अने पाकेला बिंब जेवा होठ छे.
पातळी केड अने हरणी जेवी नजर छे.
तारी नाभी  उंडी छे.
निंतबना लय अने देहडोलननां आंदोलित करती
तारी मंद मंद चालवानी छटा जोइने लागे के
कोइ अप्सरा रेम्प वोक पर चालती होय     

अने हां तुं एवो चाहनार पुरुष झंखे छे
जे पुरुष पोतानाथी सवायो,
तेजवंतो,छतां ठरेला स्वभावनो     
द्रष्टि मात्रथी डारतो,
पोताना तेजपूंजमां स्त्रीने लपेटी लेतो
अदिन,अकंगाल,रसिकतानी रस लहाण करतो
सौंदर्यने अरुचिकर नही पण सौंदर्यनी गरिमाने
दोम दोम साह्बी बक्षी शके एवी कलमनो धणी होवो जोइए                                       
हा..महोतरमां..तारी सर्व झंखनाओने मात्र अने मात्र 
मारामां ज पुर्ण थइ शके..
आ अभिमान तुं मारी जिंदगीमां छे एटले ज करी शकुं छु
बाकी तो हुं पण दुनियादारी वच्चे
कुटातो अथडातो एक सामान्य माणस छुं.

प्रिय पात्रनां जीवनमां आववाथी एक माणस
क्यांने क्यां पहोची जाय ए तुं तारा आगमनथी जोइ शके छे.
बस महोतरमां..तमे साथे छो एनुं आ अभिमान कायम रहे
एवो आजीवन साथ सिवाइ कशुं चाहतो नथी.
आपनो अलबेलो कविराज 
-नरेश के.डॉडीया    

તું જિંદગીમાં આવી પછી મારું અભિમાન
કોઇ મદમત હાથી જેવું ડૉલે છે…
અને અભિમાન શા માટે ના થાય
એનાં એકથી વધું કારણૉ છે..કારણકે
તું કોઇ અદભૂત સ્ત્રી છે.

તારામાં સંધ્યાનો સંધિવૈભવ
અને ચંદ્રિકાનો આહલાદક માહોલ છે
વૈભવ અને આહલાદ એકત્ર થવાથી
જે ભાવ નિર્માણ થાય છે,
તેનું કવિઓએ હજુ નામ કેમ નથી પાડયું,
એ એમનો ગુનો જ કહેવાય.

રૂપયૌવન પ્રાપ્ત થયાં તેના મુખ પર જે
વૈભવયુકત સ્થિર શાંતિ પથરાયેલી દેખાય છે
તે જ છટા પ્રકૃતિદેવીના અંગેઅંગેમાં દેખાય છે.
શું આ કવિ જોઇ શકતો હશે…નહી..!!
પણ હું જોઇ શકું છુ,કારણ કે હું તને કવિની નજરે નહી
પણ એક પ્રેમીની નજરે જોંઉ છું.

તું માત્ર એક સામાન્ય સ્ત્રી નથી
તું કોઇ દેવાંગના જેવી લાગે છે
તારી ઉમર પણ ત્રીસ પાત્રીસની લાગે
તારા કેશની ભવ્યતા જાણે ફેલ ફેલાવતાં નાગ સ્વરૂપ
કમલની દાંડી સમી તારી આંગળીઓ
કોઇ અપુર્વાનું અદભુત દેહ લાલિત્ય ધરાવે છે
જેની રેખાઓમાં આકર્ષણનો સાગર છલકે છે
જેમાં એક મરજીવા જેમ ડુબકી લગાવવાની
ઇચ્છા બળવત્તર બનતી જાય છે

અને તારી આખોમાં તો મેનકાનો મદ છલકે છે
તારી બોલવાની અને ગાવાની અદભુત છટા
તું જ્યારે ટેલીફોનમા વાત કરે છે…ત્યારે
હું સપંર્ણપણે “મહોતરમામય” બની જાંઉ છુ.

કોઇ ગામડાની રબારણ જાણે ઘુનામાંથી
સ્નાન કરી બહાર નીકળતી હોય એવી તાજગી
તો તું ચોવીસે કલાક સાથે લઇને ફરે છે.
ખરેખર તારે સ્નાન કર્યાં પછી જે ખુશ્બૂ નિતરતી હોય એને
તારે શીશીમા ભરીને મને મોકલવી જોઇએ..જેથી
હું તારા અહેસાસની ભીનાશને કોઇ પણ સમયે માણી શકું

તું શરીરે પાતળી અને ધવલ શ્યામનો રંગનો
અદભૂત સંગમ ધરાવે છે
ઉપરથી સુંદર શ્વેત દંત પંકિત
અને પાકેલા બિંબ જેવા હોઠ છે.
પાતળી કેડ અને હરણી જેવી નજર છે.
તારી નાભી ઉંડી છે.
નિંતબના લય અને દેહડોલનનાં આંદોલિત કરતી
તારી મંદ મંદ ચાલવાની છટા જોઇને લાગે કે
કોઇ અપ્સરા રેમ્પ વોક પર ચાલતી હોય

અને હાં તું એવો ચાહનાર પુરુષ ઝંખે છે
જે પુરુષ પોતાનાથી સવાયો,
તેજવંતો,છતાં ઠરેલા સ્વભાવનો
દ્રષ્ટિ માત્રથી ડારતો,
પોતાના તેજપૂંજમાં સ્ત્રીને લપેટી લેતો
અદિન,અકંગાલ,રસિકતાની રસ લહાણ કરતો
સૌંદર્યને અરુચિકર નહી પણ સૌંદર્યની ગરિમાને
દોમ દોમ સાહ્બી બક્ષી શકે એવી કલમનો ધણી હોવો જોઇએ
હા..મહોતરમાં..તારી સર્વ ઝંખનાઓને માત્ર અને માત્ર
મારામાં જ પુર્ણ થઇ શકે..
આ અભિમાન તું મારી જિંદગીમાં છે એટલે જ કરી શકું છુ
બાકી તો હું પણ દુનિયાદારી વચ્ચે
કુટાતો અથડાતો એક સામાન્ય માણસ છું.

પ્રિય પાત્રનાં જીવનમાં આવવાથી એક માણસ
ક્યાંને ક્યાં પહોચી જાય એ તું તારા આગમનથી જોઇ શકે છે.
બસ મહોતરમાં..તમે સાથે છો એનું આ અભિમાન કાયમ રહે
એવો આજીવન સાથ સિવાઇ કશું ચાહતો નથી.
આપનો અલબેલો કવિરાજ

-નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment