सुरजने भानु बोलाइ,बधी ए मानवानी वात छे Gujarati Gazal By Naresh K. Dodia

सुरजने भानु बोलाइ,बधी ए मानवानी वात छे Gujarati Gazal By Naresh K. Dodia
सुरजने भानु बोलाइ,बधी ए मानवानी वात छे Gujarati Gazal By Naresh K. Dodia
सुरजने भानु बोलाइ,बधी ए मानवानी वात छे
विना कारण तपीने जात एनी बाळवानी वात छे

न आवे अंत ए वातोने लंबावीने कहेवानुं कहो 
अमारा खालिपाने आ रीते संताडवानी वात छे

जीवन तो आम छे सौनां,तमारूं खास शु छे ए कहो? 
अमे शायर रह्यां एम ज बधाने आंजवानी वात छे

कवितामां कविओ तो तरसनी मृगनी वातो लखे
बधुं आभास छे सौने सहज समजाववानी वात छे

सबंधोमां कदी प्होळाइ ने लंबाइ समजी ना शको
वधो आगळ के पाछळ,क्यां छो सघळु जाणवानी वात छे

जगतमां साचवी सौने चलावी लेवु अधरू छे बधुं
भलेने दुर रहे शब्दोथी तने पामवानी वात छे

"महोतरमां" भले तकदीरनी ठोकर सतत खाता रह्यां 
हथेळीमां नथी ए मानवीने चाहवानी वात छे 
- नरेश के. डॉडीया

સુરજને ભાનુ બોલાઇ,બધી એ માનવાની વાત છે
વિના કારણ તપીને જાત એની બાળવાની વાત છે

ન આવે અંત એ વાતોને લંબાવીને કહેવાનું કહો 
અમારા ખાલિપાને આ રીતે સંતાડવાની વાત છે

જીવન તો આમ છે સૌનાં,તમારૂં ખાસ શુ છે એ કહો? 
અમે શાયર રહ્યાં એમ જ બધાને આંજવાની વાત છે

કવિતામાં કવિઓ તો તરસની મૃગની વાતો લખે
બધું આભાસ છે સૌને સહજ સમજાવવાની વાત છે

સબંધોમાં કદી પ્હોળાઇ ને લંબાઇ સમજી ના શકો
વધો આગળ કે પાછળ,ક્યાં છો સઘળુ જાણવાની વાત છે

જગતમાં સાચવી સૌને ચલાવી લેવુ અધરૂ છે બધું
ભલેને દુર રહે શબ્દોથી તને પામવાની વાત છે

"મહોતરમાં" ભલે તકદીરની ઠોકર સતત ખાતા રહ્યાં 
હથેળીમાં નથી એ માનવીને ચાહવાની વાત છે 
- નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment