नदी ए दरीयाने कह्युं, Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
नदी ए दरीयाने कह्युं, Gujarati Kavita By Naresh K. Dodia |
नदी ए दरीयाने कह्युं,
"हुं तारी ज हती अने
तारा माटे ज मारूं सर्जन थयुं छे,
तारामां ज रहेवानी छुं.
पछी नदी आगळ बोली,
"भर बपोरे तारा महेनतना पसिनानी
खाराश ते आकाशने आपी
आकाशे तेनो बदलो आपवा
वादळॉनुं सर्जन कर्युं,
वादळोए आकाशनां अने तारा
अहेसानने चुकववां पाणी वर्षाव्यु
पिता पर्वते ए पाणीनो
बदलो चुकाववा मारुं सर्जन कर्यु,
पाछी ना वळवानी शरते मने
पथ्थरोना कठीन रस्ते विदाइ करी
पथराळ रस्ते अथडाटी कुटाती,
तारा मिलन काजे दर दर भटकी
वहेता वहेता मानव समुदायनी
गंदकीने साफ राखी छता पवित्र रही,
तारी चाहने माटे मेदानी इलाकामां
उंछाछळा स्वभावने भूलीने प्रोढनी जेम वर्ती
कंइक खाबोचिया,वोकळाओनी छेडछाडनी
भोग बनी छतां पण,
हुं तारा मार्गे वहेती रही.
हें मारा सागरदेव!
भले तारामां खाराश भरेली होय
तो पण हुं तारा माटे मारी
मिठाश कुरबान करवा तैयार छुं
हे मारा सागरदेव!
तारा सिवाय हवे मारुं कोण धणी थशे?
मने तारामां समाववी ज पडशे
आखरे तो हुं तारा पसिनानी
ज साची कमाणी छुं
मने खबर छे पसिनानी कमाणीने
जीवनी जेम साचववी पडे छे
- नरेश के. डॉडीया
નદી એ દરીયાને કહ્યું,
"હું તારી જ હતી અને
તારા માટે જ મારૂં સર્જન થયું છે,
તારામાં જ રહેવાની છું.
પછી નદી આગળ બોલી,
"ભર બપોરે તારા મહેનતના પસિનાની
ખારાશ તે આકાશને આપી
આકાશે તેનો બદલો આપવા
વાદળૉનું સર્જન કર્યું,
વાદળોએ આકાશનાં અને તારા
અહેસાનને ચુકવવાં પાણી વર્ષાવ્યુ
પિતા પર્વતે એ પાણીનો
બદલો ચુકાવવા મારું સર્જન કર્યુ,
પાછી ના વળવાની શરતે મને
પથ્થરોના કઠીન રસ્તે વિદાઇ કરી
પથરાળ રસ્તે અથડાટી કુટાતી,
તારા મિલન કાજે દર દર ભટકી
વહેતા વહેતા માનવ સમુદાયની
ગંદકીને સાફ રાખી છતા પવિત્ર રહી,
તારી ચાહને માટે મેદાની ઇલાકામાં
ઉંછાછળા સ્વભાવને ભૂલીને પ્રોઢની જેમ વર્તી
કંઇક ખાબોચિયા,વોકળાઓની છેડછાડની
ભોગ બની છતાં પણ,
હું તારા માર્ગે વહેતી રહી.
હેં મારા સાગરદેવ!
ભલે તારામાં ખારાશ ભરેલી હોય
તો પણ હું તારા માટે મારી
મિઠાશ કુરબાન કરવા તૈયાર છું
હે મારા સાગરદેવ!
તારા સિવાય હવે મારું કોણ ધણી થશે?
મને તારામાં સમાવવી જ પડશે
આખરે તો હું તારા પસિનાની
જ સાચી કમાણી છું
મને ખબર છે પસિનાની કમાણીને
જીવની જેમ સાચવવી પડે છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment