शब्द मारा धीर ने गंभीर थाता जाय छे Gujarati Gazal By Naresh K.Dodia

शब्द मारा धीर ने गंभीर थाता जाय छे Gujarati Gazal By Naresh K.Dodia
शब्द मारा धीर ने गंभीर थाता जाय छे Gujarati Gazal By Naresh K.Dodia
शब्द मारा धीर ने गंभीर थाता जाय छे
मौन धारण होय तो मुखबीर थाता जाय छे

आम तो कोइने भजवानुं शब्दने गमतुं नथी
नाम तारूं जोइ ए तकरीर थाता जाय छे

क्ही शकीए ना धणुं,ए शब्दमां क्हुं छुं हवे
भेद तारा खोलवा अक्सीर थाता जाय छे

आंख मळतां कोइ काळे प्रेम कै थातो नथी
भेद दिलनो खोलवा ए तीर थातां जाय छे

प्रीतनी एनी असरथी मुक्त थइ शकतो नथी
काव्य गझलो कोइनी जागीर थाता जाय छे

रोज गझलो काव्य लखवाथी नथी मारी कै मोथ
आज कलनां शायरो पण मीर थातां जाय छे

गोळ चक्कर जेम संबंधोमा सौं फरतां मळे
आखरे गमतुं मळे त्यां स्थिर थाता जाय छे

बस “महोतरमा” हवे तो मनसुफी तुं बंध कर
आंखना सपना नदीनां नीर थाता जाय छे
-नरेश के.डॉडीया
શબ્દ મારા ધીર ને ગંભીર થાતા જાય છે
મૌન ધારણ હોય તો મુખબીર થાતા જાય છે


આમ તો કોઇને ભજવાનું શબ્દને ગમતું નથી
નામ તારૂં જોઇ એ તકરીર થાતા જાય છે


ક્હી શકીએ ના ધણું,એ શબ્દમાં ક્હું છું હવે
ભેદ તારા ખોલવા અક્સીર થાતા જાય છે


આંખ મળતાં કોઇ કાળે પ્રેમ કૈ થાતો નથી
ભેદ દિલનો ખોલવા એ તીર થાતાં જાય છે


પ્રીતની એની અસરથી મુક્ત થઇ શકતો નથી
કાવ્ય ગઝલો કોઇની જાગીર થાતા જાય છે


રોજ ગઝલો કાવ્ય લખવાથી નથી મારી કૈ મોથ
આજ કલનાં શાયરો પણ મીર થાતાં જાય છે


ગોળ ચક્કર જેમ સંબંધોમા સૌં ફરતાં મળે
આખરે ગમતું મળે ત્યાં સ્થિર થાતા જાય છે



બસ “મહોતરમા” હવે તો મનસુફી તું બંધ કર
આંખના સપના નદીનાં નીર થાતા જાય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment