आ वखते मळी त्यारे लांबा मौन पछी Gujarati Kavita By Naresh K. Dodia

आ वखते मळी त्यारे लांबा मौन पछी Gujarati Kavita By Naresh K. Dodia
आ वखते मळी त्यारे लांबा मौन पछी Gujarati Kavita By Naresh K. Dodia  
आ वखते मळी त्यारे लांबा मौन पछी    
एना मुखेथी उनुं उनुं सत्य नीकळी गयु
अने उनां उनां सत्यनी भाप 
एना चहेरा गोरंभाइ गइ..
स्निग्धता,भीनाश,सौंदर्यना त्रीवेणीकारमां
स्मितनी छलोछल ताजगी होठेथी
श्रीकार शब्दोमां नितरी आवी अने कह्यु..

“आपणा प्रेमने आटला वरसोमां एक पण
मौसमनी असर केम थाती नथी..,
एमां केम मौसम जेम बदलाव आवतो नथी?

बारेमास तु ने हुं एक सरखा मिजाजमां ढळीने
क्षणविलंबन विना मळता रहीए छीए..?

शीयाळामां रोज मारूं हुफाळु स्वागत करवा
शब्दोनु तापणु मारा माटे पेटावीने तैयार राखे छे

उनाळामां रोज सांजनी शीतळता भरीने
शब्दोने हवामां तरता मुकीने स्वागत माटे मोकले छे..

चोमासामां समी सांजे वरसादी उघाड जेवी ताजगी
साथे शब्दोनी भीनी छालकथी मारू स्वागत करे छे

मे कह्यु के प्रेमनी कंइ मौसम थोडी होय..
के एनो मिजाज कुदरताधिन होय..?

प्रेम कंइ वरसाद थोडो छे के मनगमता प्रदेशने
भींजवे अने अणगमता प्रदेश दुकाळयो बनावे..
प्रेम कंइ प्रखर अने धीखतो ताप थोडो छे के
चामडीनी साथे आंखोंने बाळी नाखे..

प्रेम कंइ कातिल शीयाळॉ थोडॉ छे के शीतलहरनी साथे
हिमप्रपातमां बरफना थरो जमावीने
मनने थंडुगार बनावी जाय

तो महोतरमा कहे के तो प्रेम एटए शु?

एनी चश्मानी दांडी नाक परथी मे सहेज
नीचे उतारीने एनी आंखो साथे आंख मेळवीने कह्यु

“शीयाळॉ होय के,उनाळॉ होय के भरपूर चोमासु होय
मारा ह्रदयमां के तारा ह्रदयमांथी अभिव्यकितने कदी
मौसमनी असर थइ छे…?

बारेमास आपणी अभिव्यकित
एक सरखी नीकळ्या करे छे…एने मौसम नडे कदी?
महोतरमा कहे,”ए तो जिंदगीना आखरी श्वास सुधी
बेउना ह्रदयमाथी ए ज बळकट प्रेमनी असरतळे
शब्दवेगे नीकळती रहेशे

बारे महिना दरमियान एक पण दिवस एवो बतावो के
जे संवाद विहिन रह्यो होय.
अने लागणीओनी लेवड देवड ना थइ होय..
महोतरमा कहे,”बस बस…साचो प्रेम एटले प्रेम
एने कोइ बंधन के मौसम के धीक्कार नामनु
एक पण परिबळ नडतु नथी..

आपणो प्रेम एटले हु अने तु अने
आपणु पोतिकु शब्दनु विश्व…

ज्या हु राणी अने तु राजा..
प्रेमना नामे रहीए बारेमास ताजा
ने शब्दोनी औषधीथी पीने रहीए साजा
एक होवानी अनूभूति छे नक्कर
छो ने रहीए आपणे बंने आधा
-नरेश के.डॉडीया
આ વખતે મળી ત્યારે લાંબા મૌન પછી    
એના મુખેથી ઉનું ઉનું સત્ય નીકળી ગયુ
અને ઉનાં ઉનાં સત્યની ભાપ 
એના ચહેરા ગોરંભાઇ ગઇ..
સ્નિગ્ધતા,ભીનાશ,સૌંદર્યના ત્રીવેણીકારમાં
સ્મિતની છલોછલ તાજગી હોઠેથી
શ્રીકાર શબ્દોમાં નિતરી આવી અને કહ્યુ..

“આપણા પ્રેમને આટલા વરસોમાં એક પણ
મૌસમની અસર કેમ થાતી નથી..,
એમાં કેમ મૌસમ જેમ બદલાવ આવતો નથી?

બારેમાસ તુ ને હું એક સરખા મિજાજમાં ઢળીને
ક્ષણવિલંબન વિના મળતા રહીએ છીએ..?

શીયાળામાં રોજ મારૂં હુફાળુ સ્વાગત કરવા
શબ્દોનુ તાપણુ મારા માટે પેટાવીને તૈયાર રાખે છે

ઉનાળામાં રોજ સાંજની શીતળતા ભરીને
શબ્દોને હવામાં તરતા મુકીને સ્વાગત માટે મોકલે છે..

ચોમાસામાં સમી સાંજે વરસાદી ઉઘાડ જેવી તાજગી
સાથે શબ્દોની ભીની છાલકથી મારૂ સ્વાગત કરે છે

મે કહ્યુ કે પ્રેમની કંઇ મૌસમ થોડી હોય..
કે એનો મિજાજ કુદરતાધિન હોય..?

પ્રેમ કંઇ વરસાદ થોડો છે કે મનગમતા પ્રદેશને
ભીંજવે અને અણગમતા પ્રદેશ દુકાળયો બનાવે..
પ્રેમ કંઇ પ્રખર અને ધીખતો તાપ થોડો છે કે
ચામડીની સાથે આંખોંને બાળી નાખે..

પ્રેમ કંઇ કાતિલ શીયાળૉ થોડૉ છે કે શીતલહરની સાથે
હિમપ્રપાતમાં બરફના થરો જમાવીને
મનને થંડુગાર બનાવી જાય

તો મહોતરમા કહે કે તો પ્રેમ એટએ શુ?

એની ચશ્માની દાંડી નાક પરથી મે સહેજ
નીચે ઉતારીને એની આંખો સાથે આંખ મેળવીને કહ્યુ

“શીયાળૉ હોય કે,ઉનાળૉ હોય કે ભરપૂર ચોમાસુ હોય
મારા હ્રદયમાં કે તારા હ્રદયમાંથી અભિવ્યકિતને કદી
મૌસમની અસર થઇ છે…?

બારેમાસ આપણી અભિવ્યકિત
એક સરખી નીકળ્યા કરે છે…એને મૌસમ નડે કદી?
મહોતરમા કહે,”એ તો જિંદગીના આખરી શ્વાસ સુધી
બેઉના હ્રદયમાથી એ જ બળકટ પ્રેમની અસરતળે
શબ્દવેગે નીકળતી રહેશે

બારે મહિના દરમિયાન એક પણ દિવસ એવો બતાવો કે
જે સંવાદ વિહિન રહ્યો હોય.
અને લાગણીઓની લેવડ દેવડ ના થઇ હોય..
મહોતરમા કહે,”બસ બસ…સાચો પ્રેમ એટલે પ્રેમ
એને કોઇ બંધન કે મૌસમ કે ધીક્કાર નામનુ
એક પણ પરિબળ નડતુ નથી..

આપણો પ્રેમ એટલે હુ અને તુ અને
આપણુ પોતિકુ શબ્દનુ વિશ્વ…

જ્યા હુ રાણી અને તુ રાજા..
પ્રેમના નામે રહીએ બારેમાસ તાજા
ને શબ્દોની ઔષધીથી પીને રહીએ સાજા
એક હોવાની અનૂભૂતિ છે નક્કર છો ને રહીએ આધા
- નરેશ કે.ડૉડીયા 

Advertisement

No comments:

Post a Comment