भेज तारी आंखमाथी साफ करतो जाउं छुं Gujarati Gazal By Naresh K. Dodia

भेज तारी आंखमाथी साफ करतो जाउं छुं Gujarati Gazal By Naresh K. Dodia
भेज तारी आंखमाथी साफ करतो जाउं छुं Gujarati Gazal By Naresh K. Dodia
भेज तारी आंखमाथी साफ करतो जाउं छुं
हुं तमारा स्मित काजे जात धरतो जाउं छुं

हंसली जेवी तु छे, ए ठाठ कायम राखवां      
मोतिचारा सम गझल हु रोज लखतो जांउं छुं

कोई एकलतानो पडछायो तने अडके नहीं
शब्द साथे एटले हुं याद भरतो जाउं छुं

जिंदगीमां छे तमारुं स्थान रत्नो जेवुं बस
रत्न जेवा स्वप्न काजे जात घसतो जाउं छुं

हुं तमारी आ उदासी जोई पण शकतो नथी
बस तमे हसता रहो एथी ज हसतो जाउं छुं

दुख विरहनुं आंखमां क्यांरेय छलकी ना पडे          
दूरतानी ज्यां फसल जोंउने लणतो जांउ छुं                        

गीत बोलो के गझल बोलो, तमे मारुं बधुं
ओ ’महोतरमा’ तमारी याद लखतो जाउं छुं
- नरेश के. डॉडीया 

ભેજ તારી આંખમાથી સાફ કરતો જાઉં છું
હું તમારા સ્મિત કાજે જાત ધરતો જાઉં છું

હંસલી જેવી તુ છે, એ ઠાઠ કાયમ રાખવાં      
મોતિચારા સમ ગઝલ હુ રોજ લખતો જાંઉં છું

કોઈ એકલતાનો પડછાયો તને અડકે નહીં
શબ્દ સાથે એટલે હું યાદ ભરતો જાઉં છું

જિંદગીમાં છે તમારું સ્થાન રત્નો જેવું બસ
રત્ન જેવા સ્વપ્ન કાજે જાત ઘસતો જાઉં છું

હું તમારી આ ઉદાસી જોઈ પણ શકતો નથી
બસ તમે હસતા રહો એથી જ હસતો જાઉં છું

દુખ વિરહનું આંખમાં ક્યાંરેય છલકી ના પડે          
દૂરતાની જ્યાં ફસલ જોંઉને લણતો જાંઉ છું                        

ગીત બોલો કે ગઝલ બોલો, તમે મારું બધું
ઓ ’મહોતરમા’ તમારી યાદ લખતો જાઉં છું
- નરેશ કે. ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment