संयमनुं ज्यारे पारखुं थाय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
संयमनुं ज्यारे पारखुं थाय छे Gujarati Gazal By Naresh K. Dodia |
संयमनुं ज्यारे पारखुं थाय छे
त्यां शब्दनुं हथियार वपराय छे
पाणी समो खळखळ भळुं पण खरो
नरमाश माटीनी जो परखाय छे
उपवास जेवो प्यार करवो गमे
त्हेवार आवे तो ए उजवाय छे
दोडे छे उर्मिओ हरण थइ सतत
अंते ए रणमा जइने रोकाय छे
आघात आपे व्हालनां नामथी
पाछा उपरथी स्मित दइ जाय छे
नफरतमां बदली ना शक्यो प्रेमने
आवु विचारी जात शरमाय छे
कळयुग हो के सतयुग,फरक क्यां पडे?
शब्दो एक ज बस अर्थ बदलाय छे
तोफान जेवुं दिलमां ज्यारे थयुं
वातावरणमां भेज वर्ताय छे
कागळमां दोराती नथी तुं कदी
आं आंखमां तुं सौने वचाय छे
एवी “महोतरमा” करे छे कमाल
शब्दो छे मारा ने ए चर्चाय छे
-नरेश के.डॉडीया
સંયમનું જ્યારે પારખું થાય છે
ત્યાં શબ્દનું હથિયાર વપરાય છે
પાણી સમો ખળખળ ભળું પણ ખરો
નરમાશ માટીની જો પરખાય છે
ઉપવાસ જેવો પ્યાર કરવો ગમે
ત્હેવાર આવે તો એ ઉજવાય છે
દોડે છે ઉર્મિઓ હરણ થઇ સતત
અંતે એ રણમા જઇને રોકાય છે
આઘાત આપે વ્હાલનાં નામથી
પાછા ઉપરથી સ્મિત દઇ જાય છે
નફરતમાં બદલી ના શક્યો પ્રેમને
આવુ વિચારી જાત શરમાય છે
કળયુગ હો કે સતયુગ,ફરક ક્યાં પડે?
શબ્દો એક જ બસ અર્થ બદલાય છે
તોફાન જેવું દિલમાં જ્યારે થયું
વાતાવરણમાં ભેજ વર્તાય છે
કાગળમાં દોરાતી નથી તું કદી
આં આંખમાં તું સૌને વચાય છે
એવી “મહોતરમા” કરે છે કમાલ
શબ્દો છે મારા ને એ ચર્ચાય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment