कोइनी हुं राह जोतो होउने ए आवे नही Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
कोइनी हुं राह जोतो होउने ए आवे नही Gujarati Gazal By Naresh K. Dodia |
कोइनी हुं राह जोतो होउने ए आवे नही
ओ खुदा,आवी मुसीबतनी धडी तुं आपे नही
दोस्त एवा आपजे जे दर्दनी भाषा ओळखे
हुं कणसतो रहुं पथारीमांने कोइ जागे नही
लागणीनो एक दरियो दोस्तने जोता ऊछळे
जे कदी मोकानो कोइ फायदो ऊठावे नही
ए पूछे छे छे मने शाने तुं चाहे पागल बनी?
कहु छुं कायम कोण एवुं छे तने,जे चाहे नही
सादगी पर एमनी मरवानुं मन कायम थाय छे
खुदनी सुंदरतानो ए क्यारेय फाको राखे नही
शायरीओ रोज लखवानी पडी गइ आदत पछी
होय दुख पण सुखनी वातो लखता शब्दो थाके नही
एक माणसनी कमीनां बोजथी हांफी जवाइ
ओथ शब्दोनी मळी तो श्वास मारा हांफे नही
ए "महोतरमानी" लगनी ज्यारथी लागी छे मने
एमनी चाहत सिवाइ शब्दने शणगारे नही
-नरेश के.डॉडीया
કોઇની હું રાહ જોતો હોઉને એ આવે નહી
ઓ ખુદા,આવી મુસીબતની ધડી તું આપે નહી
દોસ્ત એવા આપજે જે દર્દની ભાષા ઓળખે
હું કણસતો રહું પથારીમાંને કોઇ જાગે નહી
લાગણીનો એક દરિયો દોસ્તને જોતા ઊછળે
જે કદી મોકાનો કોઇ ફાયદો ઊઠાવે નહી
એ પૂછે છે છે મને શાને તું ચાહે પાગલ બની?
કહુ છું કાયમ કોણ એવું છે તને,જે ચાહે નહી
સાદગી પર એમની મરવાનું મન કાયમ થાય છે
ખુદની સુંદરતાનો એ ક્યારેય ફાકો રાખે નહી
શાયરીઓ રોજ લખવાની પડી ગઇ આદત પછી
હોય દુખ પણ સુખની વાતો લખતા શબ્દો થાકે નહી
એક માણસની કમીનાં બોજથી હાંફી જવાઇ
ઓથ શબ્દોની મળી તો શ્વાસ મારા હાંફે નહી
એ "મહોતરમાની" લગની જ્યારથી લાગી છે મને
એમની ચાહત સિવાઇ શબ્દને શણગારે નહી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment