एकांतमां मारी गझलमां आगवो संवाद आवे छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एकांतमां मारी गझलमां आगवो संवाद आवे छे Gujarati Gazal By Naresh K. Dodia |
एकांतमां मारी गझलमां आगवो संवाद आवे छे
ज्यारे ह्रदयनी खीडकी खोली तमारी याद आवे छे
ए स्थिर थइ व्हेती नदीमां चेतनां जागी हती जाणे
एने जवानु होय,ज्यारे दरियानी फरियाद आवे छे?
धरती तपे,सूरज बळे,ककळाट पंखीडा करे,त्यारे
सघळा दूखोने दूर करनारो,सखो वरसाद आवे छे
चिंतन-मननमां मानवी पण क्यां सुधी फसतो रहेवानो?
क्रिष्ना सुधी प्होचो ए पहेला कोइ राधानो साद आवे छे
सघळा मनोबळ तूटी जाशे एमनां,ज्यारे गझल लखशे
ज्यारे गजाथी कै वधारे आपवानी दाद आवे छे
मौसम बधी हुं एकधारी जेलवानी हाम राखुं छुं
मारी गझलमा एटले तो वांसती तादाद आवे छे
ज्यारे’महोतरमां’तमे राधा सखीना स्वांगमां आव्यां
बस त्यारथी मारी गझलमां बांसुरीनो नाद आवे छे
-नरेश के.डॉडीया
એકાંતમાં મારી ગઝલમાં આગવો સંવાદ આવે છે
જ્યારે હ્રદયની ખીડકી ખોલી તમારી યાદ આવે છે
એ સ્થિર થઇ વ્હેતી નદીમાં ચેતનાં જાગી હતી જાણે
એને જવાનુ હોય,જ્યારે દરિયાની ફરિયાદ આવે છે?
ધરતી તપે,સૂરજ બળે,કકળાટ પંખીડા કરે,ત્યારે
સઘળા દૂખોને દૂર કરનારો,સખો વરસાદ આવે છે
ચિંતન-મનનમાં માનવી પણ ક્યાં સુધી ફસતો રહેવાનો?
ક્રિષ્ના સુધી પ્હોચો એ પહેલા કોઇ રાધાનો સાદ આવે છે
સઘળા મનોબળ તૂટી જાશે એમનાં,જ્યારે ગઝલ લખશે
જ્યારે ગજાથી કૈ વધારે આપવાની દાદ આવે છે
મૌસમ બધી હું એકધારી જેલવાની હામ રાખું છું
મારી ગઝલમા એટલે તો વાંસતી તાદાદ આવે છે
જ્યારે’મહોતરમાં’તમે રાધા સખીના સ્વાંગમાં આવ્યાં
બસ ત્યારથી મારી ગઝલમાં બાંસુરીનો નાદ આવે છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment