पाथ खरबचडॉ हशे,पण चालवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia

पाथ खरबचडॉ हशे,पण चालवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia
पाथ खरबचडॉ हशे,पण चालवानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia
पाथ खरबचडॉ हशे,पण चालवानुं होय छे
होय संगाथी जो मुलायम,तो जवानुं होय छे

स्थान गमतुं छोडवाना ख्यालथी थरथरवुं शुं?
कैं नवुं जोवा जुनुं पण छोडवानुं होय छे

उंबरानो क्यां मलाजो राखवानो होय छे?
मानवी मन जोइ,घरमां घूसवानुं होय छे

राइ जेनी कोइ माने ना, छतां ए आपशे
कोइ पण घटना विशे बस बोलवानुं होय छे

साव एंकाकी जीवन जीवीने शुं करवुं अहीं?
एक दिलने सौनी वच्चे बांटवानुं होय छे

फेरवी ले आंख तो शुं रंज करवानो भलां
चारमांथी बे नयनने जागवानुं होय छे

द्रार सघळा बंध भाळी ना कदी पाछो जतो
बारणाने बदले बारीमां ताकवानुं होय छे

शुं उपरवट कोइनी जइए अमे शायर बनी
बस अमारूं काम उर्मि व्हेचवानुं होय छे

हुं तमारी मनसूफी मूजब नही चाली शकुं
घर तरफ क्यारेक पगने वाळवानुं होय छे
-नरेश के.डॉडीया



પાથ ખરબચડૉ હશે,પણ ચાલવાનું હોય છે
હોય સંગાથી જો મુલાયમ,તો જવાનું હોય છે

સ્થાન ગમતું છોડવાના ખ્યાલથી થરથરવું શું?
કૈં નવું જોવા જુનું પણ છોડવાનું હોય છે

ઉંબરાનો ક્યાં મલાજો રાખવાનો હોય છે?
માનવી મન જોઇ,ઘરમાં ઘૂસવાનું હોય છે

રાઇ જેની કોઇ માને ના, છતાં એ આપશે
કોઇ પણ ઘટના વિશે બસ બોલવાનું હોય છે

સાવ એંકાકી જીવન જીવીને શું કરવું અહીં?
એક દિલને સૌની વચ્ચે બાંટવાનું હોય છે

ફેરવી લે આંખ તો શું રંજ કરવાનો ભલાં
ચારમાંથી બે નયનને જાગવાનું હોય છે

દ્રાર સઘળા બંધ ભાળી ના કદી પાછો જતો
બારણાને બદલે બારીમાં તાકવાનું હોય છે

શું ઉપરવટ કોઇની જઇએ અમે શાયર બની
બસ અમારૂં કામ ઉર્મિ વ્હેચવાનું હોય છે

હું તમારી મનસૂફી મૂજબ નહી ચાલી શકું
ઘર તરફ ક્યારેક પગને વાળવાનું હોય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment