मारी हयातीनो पूरावो काव्य गझलो आपशे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
मारी हयातीनो पूरावो काव्य गझलो आपशे Gujarati Gazal By Naresh K. Dodia |
मारी हयातीनो पूरावो काव्य गझलो आपशे
खूश्बु समा शब्दो ज मारी याद तांजा राखशे
लोको तमे जोता ज रही जाशो नयन भीना करी
मारां जनाजांमां सुफीं बंदांओ आवी नाचशे
टोचे पहोच्या बाद सघळी चीज नानी थाय छे
चोटी चडी आ जग कीडीयारा सरीखुं लागशे
चाहक अने भावकनी वच्चे टेव रहेवानी पडे
वस्ती विनांना स्थान पर एकांत सौने सालशे
मोटा थशो तो आभनो विस्तार ओछो लागशे
नीचे पडो त्यारे धरातल एमने स्वीकारशे
गझलो लखी मोटॉ खां समजे छे तुं तारी जातने?
भावकनां दिलमां स्थान पामे तो ज मोटॉ खां थशे
कागळ उपर सौ शब्दनी खेती करी जाणे अहीं
ज्यां दाद वरसे नहि तो मोलातो सौं मुरझाता जशे
तारी "महोतरमाने" मळवानी आ लत सारी नथी
चातकने चोमासानो शुं संबंध ए समजावशे
- नरेश के. डॉडीया
મારી હયાતીનો પૂરાવો કાવ્ય ગઝલો આપશે
ખૂશ્બુ સમા શબ્દો જ મારી યાદ તાંજા રાખશે
લોકો તમે જોતા જ રહી જાશો નયન ભીના કરી
મારાં જનાજાંમાં સુફીં બંદાંઓ આવી નાચશે
ટોચે પહોચ્યા બાદ સઘળી ચીજ નાની થાય છે
ચોટી ચડી આ જગ કીડીયારા સરીખું લાગશે
ચાહક અને ભાવકની વચ્ચે ટેવ રહેવાની પડે
વસ્તી વિનાંના સ્થાન પર એકાંત સૌને સાલશે
મોટા થશો તો આભનો વિસ્તાર ઓછો લાગશે
નીચે પડો ત્યારે ધરાતલ એમને સ્વીકારશે
ગઝલો લખી મોટૉ ખાં સમજે છે તું તારી જાતને?
ભાવકનાં દિલમાં સ્થાન પામે તો જ મોટૉ ખાં થશે
કાગળ ઉપર સૌ શબ્દની ખેતી કરી જાણે અહીં
જ્યાં દાદ વરસે નહિ તો મોલાતો સૌં મુરઝાતા જશે
તારી "મહોતરમાને" મળવાની આ લત સારી નથી
ચાતકને ચોમાસાનો શું સંબંધ એ સમજાવશે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a Comment