नदी जेवा वळांको साथ हुं सुंदर गझल लाव्यो Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
नदी जेवा वळांको साथ हुं सुंदर गझल लाव्यो Gujarati Gazal By Naresh K. Dodia |
नदी जेवा वळांको साथ हुं सुंदर गझल लाव्यो
खुशी तमने मळे ए काज हसती हर गझल लाव्यो
कसीने लागणी साथे अमारा शब्दनुं बंधन
टकोरा-बध्ध छंदोलयनीं हुं नक्कर गझल लाव्यो
तुं जो शब्दोनी माटीमां में लोही भेळवी दीधुं
अने तेथी ज तो हुं आटली सध्धर गझल लाव्यो
निराशाओनी वच्चे डूबती कस्ती बचावा ल्यो
जीवननी आ बधीये वेदनाथी पर गझल लाव्यो
कहीने ‘आवजो’ पाछा न आव्या जे स्वजन मारा
बधानी याद एमां संघरी सरभर गझल लाव्यो
भलेने बार गाउए बदलती होय बोलीओ
बधाना भावने सांकळती खमतीधर गझल लाव्यो
खमीरवंती धरा सोरठना आ हालारथी मित्रो
‘नरेन’नामे तमारो साथी आ नवतर गझल लाव्यो
- नरेश के.डॉडीया
નદી જેવા વળાંકો સાથ હું સુંદર ગઝલ લાવ્યો
ખુશી તમને મળે એ કાજ હસતી હર ગઝલ લાવ્યો
કસીને લાગણી સાથે અમારા શબ્દનું બંધન
ટકોરા-બધ્ધ છંદોલયનીં હું નક્કર ગઝલ લાવ્યો
તું જો શબ્દોની માટીમાં મેં લોહી ભેળવી દીધું
અને તેથી જ તો હું આટલી સધ્ધર ગઝલ લાવ્યો
નિરાશાઓની વચ્ચે ડૂબતી કસ્તી બચાવા લ્યો
જીવનની આ બધીયે વેદનાથી પર ગઝલ લાવ્યો
કહીને ‘આવજો’ પાછા ન આવ્યા જે સ્વજન મારા
બધાની યાદ એમાં સંઘરી સરભર ગઝલ લાવ્યો
ભલેને બાર ગાઉએ બદલતી હોય બોલીઓ
બધાના ભાવને સાંકળતી ખમતીધર ગઝલ લાવ્યો
ખમીરવંતી ધરા સોરઠના આ હાલારથી મિત્રો
‘નરેન’નામે તમારો સાથી આ નવતર ગઝલ લાવ્યો
- નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a Comment