घणुं छोडी शकुं छुं हुं,तमे छोडी बतावो ने Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
| घणुं छोडी शकुं छुं हुं,तमे छोडी बतावो ने Gujarati Gazal By Naresh K. Dodia |
घणुं छोडी शकुं छुं हुं,तमे छोडी बतावो ने
तमे आवो नहीं,ए वातने टूंकमां पतावो ने
तहेवारो हंमेंशां हुंय यादोना मनावुं छुं
तमे हो ना अने उजवाय ए उत्सव बतावो ने
जरा चालो तमे,जे राह मारी ना बनी क्यारेय
बने आ राह एक ज आपणी एवुं करावो ने
सरळ ना होय जीवनने सजावानी कदी रीतो
अमारा पर कदी अधिकार पोतानो जतावो ने
मळीने पण नथी मळतां मिलन एवां ना जोइए
नदी दरियामां जे रीते भळे मुजमां समावो ने
घणी अगवड अमोए एकधारी प्रेममां वेठी
मुसलसल चाहनानी सांज लइ साथे वितावो ने
हवे घरनुं ज माणस घरमहीं जडतुं नथी तेथी
‘अमारा सम’ कहीने आप कोळियो भरावो ने
अमारा सत्यनी कडवास गुणकारी छे ने रहेशे
तमे निलकंठ जेवां थइने ए विषने पचावो ने
"महोतरमां" तमारा नामथी बदनाम छे शायर
तमोने चाहुं छुं ए आळ मारा पर चडावो ने
- नरेश के. डॉडीया
ઘણું છોડી શકું છું હું,તમે છોડી બતાવો ને
તમે આવો નહીં,એ વાતને ટૂંકમાં પતાવો ને
તહેવારો હંમેંશાં હુંય યાદોના મનાવું છું
તમે હો ના અને ઉજવાય એ ઉત્સવ બતાવો ને
જરા ચાલો તમે,જે રાહ મારી ના બની ક્યારેય
બને આ રાહ એક જ આપણી એવું કરાવો ને
સરળ ના હોય જીવનને સજાવાની કદી રીતો
અમારા પર કદી અધિકાર પોતાનો જતાવો ને
મળીને પણ નથી મળતાં મિલન એવાં ના જોઇએ
નદી દરિયામાં જે રીતે ભળે મુજમાં સમાવો ને
ઘણી અગવડ અમોએ એકધારી પ્રેમમાં વેઠી
મુસલસલ ચાહનાની સાંજ લઇ સાથે વિતાવો ને
હવે ઘરનું જ માણસ ઘરમહીં જડતું નથી તેથી
‘અમારા સમ’ કહીને આપ કોળિયો ભરાવો ને
અમારા સત્યની કડવાસ ગુણકારી છે ને રહેશે
તમે નિલકંઠ જેવાં થઇને એ વિષને પચાવો ને
"મહોતરમાં" તમારા નામથી બદનામ છે શાયર
તમોને ચાહું છું એ આળ મારા પર ચડાવો ને
- નરેશ કે. ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal

No comments:
Post a Comment