मे गजाथी पण वधारे कै सवालो पुछ्या हता Gujarati Gazal By Naresh K. Dodia

मे गजाथी पण वधारे कै सवालो पुछ्या हता Gujarati Gazal By Naresh K. Dodia
मे गजाथी पण वधारे कै सवालो पुछ्या हता Gujarati Gazal By Naresh K. Dodia
मे गजाथी पण वधारे कै सवालो पुछ्या हता
मौननुं धारण मुखे ने आंखमा जळ फूट्या हता

फोसलाव्यां एमने मे आडकतरी रीतथी पण   
मर्म राखी मों उपरने भेद-सूचक हस्यां हतां               

प्रश्न एक ज आ जगतमां प्रेममां नडतो होय छे  
होय छे स्त्रीनो इजारो ने पुरूषो रड्या हता

एक मौसम जेम बदली जाय माणस घडीकमां  
कोइ दिलमा होय..आंखे कोइ बीजा छूप्या हता

में मुसलसल एमना नामे कवितां गझल लखी            
लागणीना नामथी लखलूंट सपना लूटया हता

कोइ जीवनमा प्रवेशे छे पछी क्यां टके छे दोस्त    
एमनां गम भूलवामां कैक प्याला खूट्या हतां

प्रेमनो मतलब "महोतरमां" ए ज्यारे पुछ्यो मने   
एक बीजाना नयन रूमाल एके लूछ्या हतां
-नरेश के.डॉडीया
મે ગજાથી પણ વધારે કૈ સવાલો પુછ્યા હતા
મૌનનું ધારણ મુખે ને આંખમા જળ ફૂટ્યા હતા

ફોસલાવ્યાં એમને મે આડકતરી રીતથી પણ   
મર્મ રાખી મોં ઉપરને ભેદ-સૂચક હસ્યાં હતાં               

પ્રશ્ન એક જ આ જગતમાં પ્રેમમાં નડતો હોય છે  
હોય છે સ્ત્રીનો ઇજારો ને પુરૂષો રડ્યા હતા

એક મૌસમ જેમ બદલી જાય માણસ ઘડીકમાં  
કોઇ દિલમા હોય..આંખે કોઇ બીજા છૂપ્યા હતા

મેં મુસલસલ એમના નામે કવિતાં ગઝલ લખી            
લાગણીના નામથી લખલૂંટ સપના લૂટયા હતા

કોઇ જીવનમા પ્રવેશે છે પછી ક્યાં ટકે છે દોસ્ત    
એમનાં ગમ ભૂલવામાં કૈક પ્યાલા ખૂટ્યા હતાં

પ્રેમનો મતલબ "મહોતરમાં" એ જ્યારે પુછ્યો મને   
એક બીજાના નયન રૂમાલ એકે લૂછ્યા હતાં
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment