હ્રદયમાં મારા પ્રભૂજી બિરાજે છે Gujarati Gazal By Naresh K. Dodia

હ્રદયમાં મારા પ્રભૂજી બિરાજે છે Gujarati Gazal By Naresh K. Dodia

 

હ્રદયમાં મારા પ્રભૂજી બિરાજે છે

બધી મુશ્કેલીમાથી પાર પાડે છે      


નથી કહેતો કે તું સામે ચડીને આવ 

ઘણાને માં રૂપે દર્શન એ આપે છે


ઘણાંને માંગવાથી પણ નથી મળતું            

મેં નાં માંગ્યું એ સામેથી એ આવે છે         


હવે હરિફાઇ જેવું કંઈ નથી હોતું

ઘણાની પ્ર્રાથના મુજને જીતાડે છે

        

અમારી આંખમાં અશ્રુઓં ના શોભે

અમારા શબ્દ દૂઃખોને છુપાવે છે


અમારી લાગણીઓ લણે છે રોજ 

અમોને ફૂલ સમ કોમળ જે માને છે


ઘણી નફરત પછી મળશે તમારો પ્રેમ 

એ આશામાં જીવનને થાક લાગે છે                       

              

મહોતરમાં તમે નિંદરને માણૉ છૉ 

તમારો ચાહનારો રોજ જાગે છે

- નરેશ કે.ડૉડીયા         

Advertisement

No comments:

Post a Comment