- વન પ્રવેશ - Gujarati Kavita By Naresh K. Dodia


- વન પ્રવેશ -  Gujarati Kavita By Naresh K. Dodia

- વન પ્રવેશ - 
જિંદગીમાં અચાનક સમજાય છે
હવે હકીકતની ધરા પર ડગ માંડતા હાફ ચડે છે

યુવાનીમાં ઘકધક થાતા હ્રદયને નશોમાંથી
પૂરતું લોહી પહોચી શકતું નથી..પરિણામે
કોઇ માટે ધકધક થાતું હ્રદય ખુદને જીવાડવા
માટે લાકડીના ટેકે ડગ માંડતું જોવા મળે છે 
            
યુવાનીમાં મનગમતાં ડીઓની ખુશ્બુથી
તરબતર થતાં માહોલમાંથી અચાનક 
નિલગીરીનાં પાનની ગંધથી લથબથ બામથી
પરિચિત થવું પડે છે         
                                               
કોલેજમાં મનગમતી છોકરીની એક ઝલક પામવા
ફટાફટ દાદરા ચડી જતાં પંખી જેવાં પગની
જાણે પાંખો કપાઇ ગઇ એવું લાગે છે

જીવનમાં "રોમાન્સ" 
વેન્ટીલેટર પર છેલ્લા શ્વાસ લેતો હોય 
એવું જોવાનો ક્રુર સમય છે.

બે વ્યકિત વચ્ચે "રોમાન્સ"ને બદલે
"કેરીંગ"નો ભાવ જન્મેે છે
જ્યાં ફૂલોની લેતીદેતી થતી હતી
એ બે હથેળીઓની કરચલી પાનખરનાં
ડરથી ધ્રુજે છે       
                                            
ગળા નીચેની લબડતી ચામડી જોઇને
જાણે એમ લાગે શેર બજારનાં એક સમયનાં
તેજીના તોખાર કહેવાતા
"યુવાની" નામનાં શેરનું અચાનક 
ડીલિસ્ટેડ થઇ જવું...

કેટલો ભયાનક બદલો માણસ 
સાથે ઇશ્વર લે છે.
ઉછીનાં આપેલાં તમામ અંગોનું
રીપ્લેસમેન્ટ કરવાને બદલે બધા
અંગોને એક પછી એક માંગણી મુકે છે
જેને આપણે વાપરીને વાપરીને સાવ 
ક્ષીણ અવસ્થામાં મુકી દીધા છે..

હેન્ડસમ,ગોર્જિયશ,બ્યુટીફૂલ,
ઓહ વાઉ,....જેવાં શબ્દો
જાણે ઝાંઝવાનાં જળ જેવા લાગે
એવા રણોઉત્સવમાં પ્રવેશ એટલે
વાનપ્રસ્થ અવસ્થા..

છેલ્લે સાલું બક્ષી સાહેબનું એક વાકય 
યાદ આવે છે..
"જયારે બધી ઇન્દ્રિયોનું ફાઇન ટયુનિંગ થઇ ગયું હોય છે એ સ્થિતિને જવાની કહે છે.વાંચવાના ચશ્મા પહેરીને છોકરી જોવી પડે અને માણસ દોહરાવ્યા કરે કે હજી તો મારું દિલ જવાન છે..એ માણસ જવાન નથી.કરુણ રમૂજી પાત્ર છે.કાચા અપકવ ટમાટાની ખટાશથી ભરેલો છે,અતૃપ્ત સેક્સગ્રંથીથી તરફડી રહ્યો છે.        
બસ આ વનપ્રવેસને કાલ્પનિક રીતે વધાવવા કરતા
હકીકતની ધરા પર ડગ માંડતા શીખવાની આદત 
કવિને પાડવી પડશે..

"ઓ કાકા...જરાં સાઇડમાં એકટીવાને લો ને.."
આવું કહીને એક યુવાન સડસડાટ મારી આગળ 
નીકળી ગયો..અને હું મારી ભૂતકાળની એક 
ઝલક જોતો રહી ગયો.             
- નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment